SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ પૂર્ણની અપેક્ષાએ સમજીએ તો જણાય છે કે પૂર્ણ આત્મા અંતરાય તથા વેદનીયના સતત કર્તાભોક્તા હોતા નથી. સયોગી કેવળી જ્યારે એક સમય માટે યોગ સાથે જોડાય છે ત્યારે કર્તાભોક્તા બને છે; અન્ય સમયે નહિ. અયોગી કેવળી ૧૪મા ગુણસ્થાને પૂર્વ પર્યાયને ભોગવતા નવા બંધ કરતા નથી. એમનો ભોગવટો સ્વરૂપના કર્તાપણે અને પૂર્વકર્મના ભોક્તાપણે થતો જાય છે. ત્યારે સિદ્ધ પર્યાયમાં સ્વરૂપનું જ કર્તાભોક્તાપણું રહેતું હોવાથી અને સંસારી શાતા અશાતારૂપ કર્તાભોક્તાપણાનો ક્ષય હોવાથી સંસારના અંતરાય અને સ્વશાતાનું વેદન કરે છે. જીવને સંસારનાં કર્તાભોક્તાપણામાંથી છૂટી સ્વરૂપનાં કર્તાભોક્તાપણામાં જવા જતાં કેવી અંતરાયો નડે છે, અને તેને તોડવા માટે શ્રી પ્રભુનો સાથ આપણને કેટલો ઉપકારી થાય છે એ ખૂબ વિચારણીય છે. વળી, અંતરાય તૂટતાં જીવનું કાર્ય પૂરું થતું નથી. ચારિત્રમોહના ચાર કષાયો – ક્રોધ, માન, માયા તથા લોભ જીવને અતિ અતિ પરેશાન કરતા રહે છે. આ પરેશાની ક્ષીણ ક૨વા શ્રી વીતરાગ પ્રભુ રાગદ્વેષનાં ઘટકને છૂટા પાડી પરમાર્થ શુદ્ધિની ટોચે પહોંચવા સુધી દોરતા રહે છે. શ્રી વીતરાગ પ્રભુનું આ કાર્ય કેવું છે? શ્રી વીતરાગી મહાત્મા રાગદ્વેષનાં ઘટકને સંપૂર્ણપણે ઉદયમાં આવવા દેતાં નથી, ત્યાંથી શરૂ કરી એ મહાત્મા ઉદયગત તથા સત્તાગત રાગદ્વેષનાં પરિણામને, પુદ્ગલ તથા વિભાવને આજ્ઞાના મહાસાગરમાં ડૂબાડી, એ જ રાગદ્વેષનાં પુદ્ગલને આજ્ઞારૂપ સાગરનાં મોજાં બનાવી, તેનાં કિનારા પર માટી રૂપ સંસારમાં કલ્યાણરૂપી મિનારામાં પરિવર્તિત કરી જગતને ધર્મનો મંગલમાર્ગ સનાતનરૂપે આપે છે. મહાત્માનો આ કેવો પુરુષાર્થ છે? તેઓ વિભાવથી સંચિત કરેલા પુદ્ગલને પણ ધર્મલાભના કલ્યાણરૂપ હેતુમાં રૂપાંતિરત કરી વ્યવહાર તથા પરમાર્થ શુદ્ધિની ટોચને લોકો સમક્ષ રજૂ કરે છે. આવા વીતરાગી મહાત્માનાં ચરણરજનાં કણને પણ ગ્રહણ કરવાથી ધર્મનું ઉત્કૃષ્ટપણું ગ્રહાય છે, તો એ આત્માને જો પ્રભુકૃપાથી સમસ્તરૂપે ગ્રહણ કરવામાં ૩૮
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy