SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ નિરોગીપણાને માણી શકીએ. અમને સમજાય છે કે ચેતન પ્રેરિત આજ્ઞારસ વચનાતીત, પુદ્ગલાતીત અને માત્ર અનુભવગમ્ય છે, તેથી એ બોધદુર્લભ તત્ત્વની પ્રાપ્તિ સામાન્યપણે અસંભવિત છે. માટે એ માર્ગની પ્રાપ્તિનું મૂળ તમારા બોધેલા પુદ્ગલ પ્રેરિત આન્નારસની પૂર્ણતાના સતત આરાધનમાં જ અનુભવાય એ પ્રસિદ્ધ છે.” જે પદ શ્રી સર્વન્ને દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો, એ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો . અપૂર્વ આ પ્રકારની પ્રાર્થનારૂપ યાચનાથી જીવને શ્રી પ્રભુ પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસની પૂર્ણતા કરવા માટે બોધરૂપ સમજણ આપે છે. આ સમજણ આપવાનો મૂળ હેતુ એ છે કે જીવ એ માર્ગ આરાધતાં આરાધતાં આનંદ તથા પ્રસન્નતાનો અનુભવ કરી શકે. પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસથી જીવ અમુક માત્રા સુધી આનંદ તથા પ્રસન્નતા અનુભવી શકે છે, પણ તેનાથી ઉચ્ચ અવસ્થાએ એ રસ જીવને પૂરતો આનંદ કે પ્રસન્નતા આપી શકતો નથી, તે બંનેમાં મંદતા વેદે છે. આવા કાળે આજ્ઞાંકિત સાધક શ્રી પ્રભુ તથા શ્રી ગુરુ પાસે સમજણ મેળવી, પોતાના આનંદની અધુરપને પૂરવા, પ્રભુની પ્રસન્નતા તથા તેમના સંપર્કમાં રહેતા ઉત્તમતાએ આરાધન કરતા જીવોને ઓળખી, સમજી, ભાવ કરી રહણ કરવા પુરુષાર્થી થાય છે. આવા ગુણગ્રાહીપણાથી શ્રી પ્રભુ તરફથી અકથ્ય એવો ચેતન પ્રેરિત આજ્ઞારસ પામવાનો અતિ ગુપ્ત માર્ગ તેને પ્રાપ્ત થાય છે. ચેતન પ્રેરિત આજ્ઞારસ પામવાનો આ એક જ માર્ગ છેઃ સર્વ આત્મા માટે સરળતા, ભક્તિ, વિનય, તથા આજ્ઞાના માધ્યમથી પ્રભુના ગુણોને ઓળખવા, સમજવા, ભાવવા તથા ગ્રહણ કરવા. આ પુરુષાર્થની જ્યારે ઉત્કૃષ્ટતા થાય છે ત્યારે પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ ચેતન પ્રેરિત આજ્ઞારસમાં પૂર્ણપણે પરિણમે છે, જેને શ્રી પ્રભુ “મહા-આશ્રવના માર્ગ' તરીકે ઓળખાવે છે. મહાસંવર માર્ગમાં પુદ્ગલની નિર્જરા (અજીવની) પૂર્ણ આજ્ઞાંકિતપણે થાય છે, મહા આશ્રવ માર્ગમાં ગુણોનો આશ્રવ જીવ આજ્ઞાંકિતપણે
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy