SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા વળતાં, દેહ ભણીનો રાગ તૂટતો જાય છે. શ્રી પ્રભુજીનું મુખ્ય કર્તવ્ય એ જ છે કે જીવની દેહદૃષ્ટિને આત્મદૃષ્ટિમાં પલટાવવી, એટલું જ નહિ પણ અનાદિ કાળથી ચાલતી આવતી કુટેવને ભૂલાવી જીવને સન્માર્ગમાં લઈ જવો, આજ્ઞાધીન જીવ માટે આ કાર્ય ટૂંકા ગાળામાં થઈ જાય છે. “પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” - શ્રીમદ્ રાજચંદ્ર આ પ્રમાણે ધર્મદ્રવ્યની આજ્ઞામાં રહેવાથી અસાર અને દુ:ખમય સંસારમાં પણ જીવ સુખમય અને મોક્ષનાં પ્રતિકરૂપ સમ્યક સમાધિને મેળવે છે. શ્રી પ્રભુએ આ પ્રકારે આપણને મહાસંવર માર્ગ તથા મહાશ્રવ માર્ગના અનન્ય ગુણો જણાવી, મોક્ષમાર્ગને ટૂંકો કરનારા ગુપ્ત, ગંભીર તથા અસીમિત કારણો સહજ, સુલભ તથા સુગમપણે આપણી સમક્ષ રજૂ કર્યા છે. શ્રી પ્રભુના આ અકથ્ય ઉપકારનો યોગ્ય માપદંડ કરવો, કોઈ અપેક્ષાથી અતિ દુર્લભ અને મુખ્યત્વે છદ્મસ્થ અવસ્થામાં અસંભવ જણાય છે. જે માર્ગનું મૂલ્યાંકન કરવું આટલું કઠિન છે, તે માર્ગને પ્રભુએ આપણા જેવા છદ્મસ્થ, દીન, મંદ વીર્યવાળા શિષ્યો માટે, તેના ગૂઢ રહસ્યો સહિત છતાં સરળ અને સુગમ વાણીમાં, આપણી અલ્પ સમજણને ઠેસ ન વાગે એ રીતે પૂર્ણાતિપૂર્ણ સિધ્ધાંતને વાણીગમ્ય બનાવી રજૂ કર્યો છે – પ્રકાશિત કર્યો છે. પ્રભુજી તો પૂર્ણ છે. તેમની વાણીની કેવી અદ્ભુતતા છે! તે વાણી પૂર્ણ હોવા છતાં છબસ્થ જીવોની સમજણને લગતા અંતરાયને છેદીભેદી, ઇચ્છુક છદ્મસ્થ સાધકને સમજાવી શકે એવા સામર્થ્યવાળી હોય છે. આ વાણી પંડિત ઇચ્છુકના જ્ઞાનને વધારનારી તો છે જ, પણ સાથે સાથે મંદ બુદ્ધિવાળા ઇચ્છુકને પણ તેનું જ્ઞાન વધારે એવા સામર્થ્યવાળી હોય છે. આ વાણી પંડિતજનો માટે હળવી નથી, તેમ જ મંદબુદ્ધિવાળા માટે ભારે પણ નથી. આમ આ વાણીમાં અગુરુલઘુ ગુણ સમાયેલો છે. આ ગુણ ૨૫
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy