SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ જીવને પુરુષાર્થની અપ્રમાદી તીક્ષ્ણતા બળવાન પુરુષાર્થ પછી જ આવે છે. તે કારણે શ્રી પ્રભુ આ મહા આશ્રવના માર્ગને ઉત્કૃષ્ટ રૂપે કેવી રીતે મેળવવો તેની ચાવી બતાવે છે. તે પછી એટલે કે માર્ગ મળ્યા પછી પોતાનો વેગ વધારવા જીવે કેવા ભાવ કરવા જોઈએ તેની જાણકારી આપે છે. અને છેવટમાં એ માર્ગ પામેલાને અને આદરનારને શું લાભ થાય છે તેનું ભાન કરાવે છે. “હે પ્રભુ! તમારી કરુણા અપરંપાર છે. હું તો તમારા દાસાનુદાસ થવાને પણ પાત્ર નથી. પરંતુ જે ગાઢ બંધન તમે કલ્યાણરૂપી દોરીથી બાંધો છો, તે દોરી આ દીન, મૂઢ, નિરાશ્રિત તથા અનાથ જીવને અપૂર્વ આરાધનના તાંતણામાં બાંધી અદીન – ધનાઢય બનાવે છે, મૂઢમાંથી જ્ઞાની, મહાજ્ઞાની તથા કેવળજ્ઞાની બનાવે છે, વળી નિરાશ્રિત અનાથને સનાથ જ નહિ પણ અન્ય અનાથને સનાથ બનાવવા માટે સક્ષમ વીર્યવાન બનાવે છે. શ્રી તીર્થંકરરૂપ પરમેષ્ટિની આ કેવી અદ્ભુત આચરણા છે! એમના રોમેરોમમાંથી કલ્યાણરૂપી કરુણા નીતરે છે, પણ એમના પોતાના પુરુષાર્થ માટે, પોતાના આત્મપ્રદેશને આજ્ઞામાં રાખવા માટે તેઓ એટલા જ કડક બને છે. તેઓ સત્યવ્રત તથા સ૨ળતાના અગ્રેસર છે. પ્રભુજી! તમારા આ ગૂઢ અને અતિ ગંભી૨ પુરુષાર્થને તમે આ મંદબુદ્ધિવાળા ભક્તને સમજાવો કે જેથી ‘તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર, જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર' ”. આવા પ્રભુ શંખ વગાડી જ્ઞાનની લહાણી કરે છે — ‘મહા આશ્રવ માર્ગને પામવા માટે જીવે પહેલાં સંવર માર્ગ, નિર્જરા માર્ગ, સંવર પ્રેરિત નિર્જરા માર્ગ, નિર્જરા પ્રેરિત સંવર માર્ગ, મહાસંવર માર્ગ, સંવર પ્રેરિત મહાસંવર માર્ગ, કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગ તથા આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની ઉત્કૃષ્ટતાને અનુભવ્યા પછી, એનું ઉત્કૃષ્ટપણું સહન કર્યા પછી જીવનું લક્ષ એ માર્ગમાં સ્થિર થાય છે; એટલે કે ઉત્તમ સંવર તથા નિર્જરા માટે આજ્ઞારૂપી પૂર્ણતામાં પરોવાય છે. મહાઆશ્રવ માર્ગને પામવા માટે આ પહેલું અગત્યનું તથા અનિવાર્ય પગથિયું છે. જ્યાં સુધી જીવ મહાસંવર માર્ગની બધી વિશેષતાને સમજી, આચરી તેમાં પારંગત ૧૬
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy