SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ મેળવતા સુધીમાં જીવનો અનંતકાળ વહી જાય છે, પણ તે પછી મુક્ત થતાં વધુમાં વધુ પંદર ભવ જ થાય છે. ઈ.સ. ૧૯૯૯ની સાલથી પર્યુષણના વિષયો પામવામાં ફેરફાર જણાયો. આ વર્ષથી વિષયનો ઊંડાણથી અભ્યાસ કરવાની જરૂરત ઊભી થઈ, તેમાં પૂર્વે થયેલા વિવિધ આત્મિક અનુભવોને સ્પષ્ટતા કર્યા વિના ગૂંથી લેવાની મને આજ્ઞા આવી. આથી પ્રત્યેક વિષય પર વિશેષ વિચારણા કરવાની જરૂરત થઈ, ઉપરાંતમાં જ્ઞાનનો ઉઘાડ થવા માટે પ્રાર્થના આદિ વધારવાની પણ અગત્ય વધી. કેમકે પ્રાપ્ત થતા વિષયો સાવ સ્વતંત્ર તથા એકબીજા સાથે ગાઢ અનુસંધાન ધરાવનાર સાબિત થતા હતા. એટલે યોગ્ય અનુભૂતિ અને યથાર્થ માર્ગદર્શન વિના આ કાર્ય થઈ શકે તેમ ન હતું. આથી એક બાજુથી કાર્યની ગહનતા મને મુંઝવતી હતી અને બીજી બાજુ પ્રભુના સાથથી સર્વ શક્ય થવાનું છે એ શ્રદ્ધાન શાંતિ તથા આશ્વાસન આપતું હતું. મનમાં ઊંડે ઊંડે એમ થતું હતું કે આ બધું કાર્ય કરાવવામાં શ્રી પ્રભુનો કોઈક ઉત્તમ હેતુ હોવો જોઈએ. પણ તેની કોઈ સ્પષ્ટતા મારા મનમાં થઈ ન હતી. પરંતુ મેં ૧૯૯૮ પછીથી એ ફેરફાર નોંધ્યો કે પર્યુષણની તૈયારી કરવા માટે તથા લખાણ કરવા માટે હવે મને છ થી આઠ મહિના મળવા લાગ્યા હતા, અને તે પછીથી તો એક, બે, ત્રણ વર્ષ પહેલાં મને વિષયની જાણકારી આવવા લાગી હતી. ક્યારેક તો એકી સાથે બે વર્ષ માટેનાં વિષયો પણ મળી ચૂક્યા હતા. આમ થવા પાછળનું રહસ્ય ઊંડાણથી વિચારતાં તથા તે માટે પ્રભુને પ્રાર્થના કરતાં પાછળથી સમજાયું કે હવેના બધા વિષયો એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવનાર હતા. એક વર્ષમાં અમુક ગૂઢ રહસ્ય સમજાય અને લખાય, તે પછીનાં વર્ષનાં લખાણમાં તેનો વિસ્તાર કે ઊંડાણ આવે એવું બનતું હતું. વળી, એકધારું સાતત્યવાળું લખાણ થતું હોય તો લખવાની સરળતા વિશેષ રહે. તેથી તેની જાણકારી રહેવી જરૂરી હતી. વળી, કેટલીકવાર એવું થતું કે એક રહસ્ય પકડાય, તેના પછીનો ભેદ કે વિસ્તાર પણ સમજાય અને પ્રભુ ૨૮૮
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy