SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર થકી “શ્રી કેવળી પ્રભુનો સાથ' ગ્રંથ લખવાની ભૂમિકા મારામાં તૈયાર થતી ગઈ. આ લક્ષ તો અત્યારે આવે છે, બાકી તે વર્ષ સુધી તો પ્રભુ કરાવે તેમ કરવું છે અને વર્તાવે તેમ વર્તવું છે એવા ધ્યેય સાથે જ રહેવાતું હતું. અને યોગ્ય મુદ્દાઓની ટુંકી નોંધ પ્રભુ આજ્ઞાએ થતી હતી. - ઈ.સ. ૧૯૯૩નાં પર્યુષણમાં મારાં આજ્ઞાધીનપણાની કસોટી કરતો એક પ્રસંગ બન્યો હતો. જે જાણવામાં રસિક કહી શકાય. ઈ.સ. ૧૯૭૭થી પ્રત્યેક વર્ષનાં પર્યુષણ માઉન્ટ યુનિક મકાનમાં શ્રી કિશોરભાઈ શેઠના ફલેટમાં થતા હતા. શ્રી કિશોરભાઈ ખૂબ જ ચીવટવાળી વ્યક્તિ છે. બધું જ વ્યવસ્થિત અને સમયસર કરવાની તેમની ટેવ છે. પર્યુષણમાં શ્રી કિશોરભાઈ તથા અ.સૌ. રેણુબહેન સહુને પ્રેમથી આવકારતા, દરેકની સગવડ સચવાય તેની કાળજી કરતા ઈત્યાદિ. તેમાં મારી ખુરશી સામે એક નાનું ટેબલ રહેતું. તેનાં પર નાનું માઈક તથા સમયની જાણકારી માટે નાનું ઘડિયાળ રાખતા. ખુરશીની જમણી બાજુની દિવાલ પર એક મોટી ઘડિયાળ પણ લટકાવેલી રહેતી. વાંચન પૂરું થાય અને ભક્તિ શરૂ થાય ત્યારે ટેબલ પરનાં ઘડિયાળનું મુખ મારા તરફથી બદલાવી શ્રી શશીભાઈ તરફ તેઓ કરી દેતા. જેથી સમયની જાળવણી બરાબર થઈ શકે. ‘૯૩ના પર્યુષણના પહેલા દિવસે સવારમાં મને ધ્વનિ આવ્યો કે આજે વાંચનમાં ઘડિયાળ પહેરીને જજે. મને મતિકલ્પના જ લાગી, કારણ કે અત્યાર સુધી ગુરુવારનાં વાંચનમાં કે પર્યુષણનાં વાંચનમાં મેં ઘડિયાળ પહેરી જ ન હતી. બંને હાથમાં બંગડી જ પહેરતી. પછી તો દર કલાકે અને અડધો કલાકે વાંચનમાં ઘડિયાળ પહેરીને જવાનો આદેશ આવવા લાગ્યો. અત્યાર સુધી ક્યારેય ઘડિયાળ પહેરીને વાંચનમાં ગઈ ન હતી તેથી ઘડિયાળ પહેરવાનો મને ક્ષોભ પણ ઘણો હતો. તેથી મેં ઘડિયાળ ન જ પહેરવાનો નિર્ણય કર્યો. અને બપોરના બે વાગે ઘરેથી વાંચનમાં જવા પગ ઉપાડ્યો. ત્યાં જોરદાર આજ્ઞા આવી કે ઘડિયાળ પહેર્યા વિના બારણા બહાર પગ મૂકીશ નહિ. મેં ગુપચુપ બારણેથી પાછા ફરી ઘડિયાળ પહેરી લીધી અને વાંચન માટે અમે નીકળ્યાં. ત્યાં જઈ ખુરશીમાં બેઠી તો મને ૨૭૭
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy