SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર બોધ તે ઈષ્ટોપદેશ. આવો ઉત્તમ ઉપદેશ જે ગ્રહણ કરે, આત્મસાત્ કરે અને અન્યને આપી શકે તે પૂજ્યપાદ બને. પૂજ્યપાદ એટલે જેમનાં ચરણ પૂજવા યોગ્ય છે તે. પૂજ્યપાદ સ્વામી રચિત ઈબ્દોપદેશ સ્વપર બંનેને લાભકારી થવા સર્જાયો છે. ઈબ્દોપદેશના પહેલા શ્લોકમાં મંગલાચરણ છે તથા અંતિમ શ્લોકમાં ફલશ્રુતિ આપી છે; વચમાંનાં ૪૯ શ્લોકમાં ક્રમિક સિદ્ધાંતો નિરૂપાયા છે. આત્માને પરમાત્મા બનાવવાની ચાવી સમજાવતું સત્ત્વ આમાં અપાયું છે. તેમાં આત્મભાવ અને લૌકિકભાવ વચ્ચેનો ભેદ, સંસારનું સ્વરૂપ, જીવને પ્રાપ્ત થતાં કષ્ટો, દેહ તથા આત્માનો વિરોધ, આત્માને ધ્યાન કેવી રીતે શ્રેયકારી છે, આત્માર્થી જીવ ધ્યાન માટે કેવી વિચારણા કરે, સદ્ગુરુનું મહાભ્ય, સ્વઉપાસના વધારવાથી કલ્યાણ થાય છે, સંસારની અરુચિ જન્મે છે, લૌકિક રસનું ફળ સંસારનું પરિભ્રમણ છે, ધ્યાનથી પરમાનંદ મળે છે, કર્મ બળે છે અને તેની ફલશ્રુતિ રૂપે જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે; તે વિશે નિરૂપણ થયેલું છે. આમ પૂજ્યપાદ સ્વામીને “મોક્ષનું પરમસુખ ઈષ્ટ' છે. આ ગ્રંથનું શિર્ષક તથા તે માટેના બોધનું નિરૂપણ સાર્થક થતું જણાય છે. આત્માને શું અને તે કેવી રીતે ઈષ્ટ છે તેની વિચારણામાં ચાતુર્માસ સુંદર રીતે પસાર થયા. આ ભાવો વ્યવહારિક જીવનમાં સાકાર કરવાના પ્રયત્નોમાં પછીનો સમય જવા લાગ્યો. આ ભાવનાં વિશેષ ઊંડાણ તથા તાગ મેળવવાની વૃત્તિ બળવાન થતી ગઈ. એમાંથી નવાં વર્ષનો પર્યુષણનો વિષય આપવા માટેની માંગણી આરંભાઈ. તેનાં ફળ રૂપે પૂર્વે ન વાંચેલો તેવો શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત “બૃહદ્ દ્રવ્યસંગ્રહ' ગ્રંથ પર્યુષણમાં લેવાનું આવ્યું. ઈ.સ.૧૯૯૩ના પર્યુષણમાં આ ગ્રંથ લેવાનો હતો. તેની રચના કર્તાએ લગભગ અગ્યારમી સદીમાં કરી હતી. પોતાનું ઈષ્ટ કરવાના આશયથી જીવ જ્યારે યોગ્ય ઉપદેશ મેળવવા પ્રયત્ન કરે છે, ત્યારે દશાવાન જીવ સિદ્ધાંતોના ભેદ અને તેના વિસ્તારને જાણવા પ્રયત્નવાન થાય છે. બીજી રીતે કહીએ તો તે જીવ વ્યવહારનયથી આગળ વધી ૨૭૫
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy