SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર સારી રીતે ધર્મારાધન કરે. એવામાં, ઈ.સ. ૧૯૮૬ આસપાસ આ માર્ગ વિશે લખાણ ક૨વાની સૂચના મને શ્રી પ્રભુ તરફ્થી મળી. પ્રસંગોપાત થયેલા પ્રેરક અનુભવોના આધારે ટાંચણ કર્યું. તેમાંથી વ્યવસ્થિત લખાણ કરવાની પ્રેરણા મળી, અને ઈ.સ. ૧૯૮૭માં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ વિશે લખાણ કર્યું. આ લખાણ કરતાં કરતાં સમજાતું ગયું કે પ્રાર્થના આદિ કરવાથી વિશાળ દૃષ્ટિએ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું જ આરાધન થાય છે, જે પ્રભુનો બોધેલો જ માર્ગ છે. આ જાણકારી તથા ઊંડાણ સમજાતાં પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો, અને તેની સમજણ આપતું એક નાનું પ્રકરણ પણ રચ્યું. આમ મેં માર્ગનું સહેલાપણું, સરળપણું તથા સ્વચ્છપણું અનુભવવાનો અદ્ભુત આનંદ માણ્યો. શાસ્ત્રોમાં જ્ઞાન, દર્શન, તથા ચારિત્રનું જે આરાધન કઠણ રીતે વર્ણવ્યું છે, તે સાદા વ્યવહારિક જીવનમાં કેવું સ૨ળ સ્વરૂપ લઈ, સર્વને આરાધન કરવામાં કેવી સુવિધા આપે તેની, વાસ્તવિક અનુભવ સહિતની સમજણ મને પ્રાપ્ત થઈ. આ રીતે આ કાળ પ્રભુસ્મરણમાં, પ્રાર્થના કરવામાં તથા કરેલા દોષોની ક્ષમા માગવામાં ઉત્તમ રીતે પસાર થતો હતો. આ ભાવનાનાં ફળરૂપે શ્રી પ્રભુ તરફથી ઈ.સ. ૧૯૮૮ના પર્યુષણ માટે ‘રત્નત્રયનું આરાધન’ એ વિષય પ્રાપ્ત થયો. મળેલા વાસ્તવિક અનુભવનો નિચોડ એ પર્યુષણમાં પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણના નેજા નીચે અભિવ્યક્તિ પામ્યો. બધાંને આ વિષયમાં ઘણો આનંદ આવ્યો હતો. તેથી આ વિશેનું લખાણ ગ્રંથરૂપે અથવા નોંધરૂપે બધાંને મળે તેવી માંગણી આવી. હું તટસ્થ હતી. પ્રભુની આજ્ઞા વિના કંઈ ન કરવાના નિયમથી બદ્ધ હતી. તેથી પૂછનાર સહુને જણાવતી કે જેવી પ્રભુની મરજી. પ્રભુની મરજી તથા આજ્ઞા જાણવા મેં પ્રાર્થના તથા ક્ષમાપના શરૂ કર્યાં. થોડા દિવસ પછી પ્રભુ તરફથી મને લક્ષ કરાવવામાં આવ્યો કે આ ત્રણે પ્રકરણો હસ્તાક્ષરમાં પ્રસિદ્ધ થવાનાં છે, અને એ બધું જ લખાણ ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથમાં સમાવેશ પામવાનું છે. ક્યાં અને ક્યારે તેનો કોઈ અંદાજ એ વખતે ૨૬૫
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy