SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ જોઈએ, કેવા ભાવ જાળવવા જોઈએ, ક્ષમાપના કરવાથી ક્યા ફાયદા થાય વગેરે વિશેની જાણકારી મને ઊંડાણથી આવતી ગઈ હતી. એ વખતે તો પ્રભુની ઇચ્છા અને આજ્ઞાનુસાર વર્તવાથી જીવ કેવા આનંદઉલ્લાસને માણે છે, અને બહોળા પ્રમાણમાં કર્મની નિર્જરા કરી શકે છે એ જ અનુભવાયું હતું. તે બધું મને ધન્ય ધન્ય લાગતું હતું તે હકીકત છે. પરંતુ એ વખતે મને લક્ષમાં આવ્યું ન હતું કે ભાવિમાં લખાનાર ક્ષમાપનાનાં પ્રકરણનાં મૂળ અહીં રોપાઈ ગયાં હતાં. ભાવિમાં કરવાના લખાણની તૈયારી શ્રી પ્રભુ કેવી છૂટી છૂટી રીતે તથા વાસ્તવિક અનુભવ સાથે કરાવે છે તે સમજણ આવતાં અહોભાવ અને આભારભાવથી પ્રભુ પાસે માથું નમી પડે છે. આ જ રીતે પ્રાર્થના વિશેનાં મૂળ રોપાવામાં પણ મારા કેટલાક અનુભવો ઉત્તમ નિમિત્ત બન્યા હતા. બાળપણથી જ કુદરતી રીતે મને શ્રી રાજપ્રભુ ઉપર પિતા જેવો પ્રેમ આવતો હતો. આથી મને ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી જણાય તો હું તેમને મનોમન પ્રાર્થના કરતી, અને મને સમાધાન આપવા વિનવતી. બનતું એવું કે મને ઉકેલ મળી જતો, એટલું જ નહિ પણ, સરળતાથી મુશ્કેલીમાંથી બહાર નીકળી જવાનું પણ બનતું. આથી મને પ્રાર્થનાનું મહત્ત્વ દિનપ્રતિદિન વિશેષ માત્રામાં અનુભવાતું ગયું. તેની મહત્તા મારા મનમાં સ્થપાઈ ગઈ. આના સથવારામાં પૂ. ગાંધીજીને પ્રાર્થનામાં કેવી અડોલ શ્રદ્ધા હતી, પ્રાર્થનાના બળથી તેમનાં જીવનમાં કેવા ચમત્કારો સર્જાયા હતા તેની અમુક જાણકારી આવવાથી મારું પ્રાર્થના માટેનું શ્રદ્ધાન બળવાન અને અતૂટ થતું ગયું. આના સમર્થન માટે ૧૯૮૩માં મારા જીવનમાં બનેલો એક પ્રસંગ ખૂબ જ નોંધનીય છે. ઈ.સ.૧૯૬૭થી અમે મોરબી હાઉસમાં તેર નંબરના બ્લોકમાં મારા મામાની જગ્યામાં રહેતાં હતાં. તેમની સાથે વાત થયેલી કે તેમને જરૂર હશે ત્યારે મોરબીહાઉસની જગ્યા અમે પાછી સોંપી દઈશું. ૧૯૮૨ આસપાસ મારા મામા નિવૃત્ત (રીટાયર્ડ) થવાના હતા, અને તેમને મોરબીહાઉસમાં પુસ્તકાલય કરવું ૨૬૨
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy