SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ પસાર કરી, પણ તેમાંથી જે નવનીત મળ્યું તે માટે સવારે મેં પ્રભુનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માન્યો, કે મને તમે સંભાળી લીધી. તેમાં આશ્ચર્યની વાત તો તે હતી કે રાતનાં એક મટકું પણ માર્યું ન હોવા છતાં સવારમાં અનુભવાતી તાજગી કોઈ જુદી જ હતી. થાકનું નામનિશાન ન હતું, બલ્ક પ્રભુએ જે અવર્ણનીય કૃપા કરી પર્યુષણ સાચવી લેવા માટે સાથ આપ્યો હતો, તે માટે તેમના પ્રતિ ખૂબ ખૂબ અહોભાવ વર્તતો હતો. એ રાત્રે સ્પષ્ટ સમજાયું કે જીવ જો સમપરિણામ કરે તો તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, આ છે સામાયિક. સમાયિક ધર્મમાર્ગનું પ્રથમ પગથિયું છે. કેમકે તેના સહારા વિના કોઈ જીવ આત્મમાર્ગે વિકસતો નથી. તેની અગત્ય પ્રભુએ અગાઉનાં પર્યુષણમાં સમજાવી હતી. સમપરિણામ કરવા માટે જીવને શ્રી તીર્થંકર પ્રભુનો સાથ અનિવાર્ય છે. તેથી વર્તમાન ચોવીશીના સર્વ તીર્થકર પાસે તેમની સ્તુતિ તથા ભક્તિ કરતાં કરતાં ‘સમ્યત્ત્વ'ની માંગણી કરવી તે પહેલા પગથિયાંને અનુસરનારું “લોગસ્સ' નામનું બીજું આવશ્યક છે. જ્યાં શ્રી તીર્થંકર પ્રભુની તથા પંચપરમેષ્ટિ ભગવંતની કૃપાની અગત્ય સમજાય છે, ત્યાં તેમની મળતી નિર્ચાજ કૃપા માટે જીવનું મસ્તક આપોઆપ તેમનાં ચરણોમાં નમી પડે છે. એના થકી તે જીવ પ્રભુની કૃપાને અનેકગણી માત્રામાં સ્વીકારી શકે છે. આ છે ‘વંદના' નામના ત્રીજા આવશ્યકની મહત્તા. પ્રભુને સાચા ભાવથી નમન કરવાના લાભ જીવને સમજાય છે, ત્યારે પોતે પૂર્વકાળમાં આનાથી સાવ વિરુદ્ધ વર્તી પોતાને કેટલું નુકશાન કર્યું છે તેની સમજ આવે છે. આવી સમજણને કારણે તેના હૃદયમાં પૂર્વે કરેલી અવળી વર્તના તથા ભૂલો માટે પશ્ચાત્તાપનો સમુદ્ર ઉલટે છે, અને તેનાથી સર્જાય છે ‘પ્રતિક્રમણ’ નામનું ચોથું આવશ્યક. પ્રતિક્રમણમાં ભૂતકાળમાં જે જે ભૂલો કરી જીવ સંસારમાં રખડયો છે, તેની નોંધ લઈ, પશ્ચાત્તાપ કરી ક્ષમા માગવામાં આવે છે. જીવ જ્યારે હૃદયથી ક્ષમા આપી ક્ષમા માગે છે ત્યારે તેનો કર્યભાર ઘણો હળવો થાય છે. આવી હળવાશની પળોમાં જીવ દેહાદિ પરપદાર્થોથી છૂટો પડી સ્વરૂપમાં ૨૫૬
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy