SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથની ભૂમિકા તથા પ્રકરણો કેવી રીતે તૈયાર થયાં તેની જાણકારી મેળવવા માટે પ્રત્યેક વર્ષે મળેલા વિષયોની નોંધ, તેમાં ફ્રૂટ થતાં રહસ્યોની જાણકારી, તથા થયેલી ગૂંથણીની નોંધ ઉપકારી થાય તેમ છે. ગ્રંથની રચના જાણવા માટે ગુરુવારનાં વાંચનમાં શ્રી સૌભાગ પ્રત્યે, રાજપ્રભુનાં પદો, મુનિ પ્રત્યે, અંબાલાલભાઈ પરનાં પત્રો, આત્મસિદ્ધિ આદિ લેવાયેલાં તેની નોંધ ખાસ જરૂરી નથી; તેથી તેની અછડતી નોંધ જ લીધી છે. ઇ. સ. ૧૯૮૮ના ડીસેંબર માસમાં રાજપ્રભુનાં વચનામૃતનું વાંચન પહેલેથી શરૂ કર્યું, અને ઇ.સ. ૨૦૦૮ના માર્ચ મહિનામાં વચનામૃતનું વાંચન પૂરું કર્યું હતું. ત્યારથી શ્રી મહાવીર પ્રભુની છેલ્લી દેશના ‘ઉત્તરાધ્યયન’ સૂત્ર ચાલે છે. તે માત્ર જાણ પૂરતું છે. ઇ. સ. ૧૯૭૭ની સાલથી પ્રત્યેક પર્યુષણમાં નીચે પ્રમાણે વિષયો મળ્યા હતા : ૧૯૭૭ શ્રી સિદ્ધસેન દિવાકર રચિત ‘કલ્યાણમંદિર સ્તોત્ર'. ૧૯૭૮ શ્રી યશોવિજયજી કૃત ‘આઠ દૃષ્ટિની સજ્ઝાય’. શ્રીમદ્ રાજચંદ્ર રચિત ‘અપૂર્વ અવસર’. ૧૯૭૯ ૧૯૮૦ – જીવનો વિકાસક્રમ. - ૧૯૮૧ – શ્રીમદ્ રાજચંદ્ર રચિત ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'. ૧૯૮૨ – શ્રી માનતુંગાચાર્ય કૃત ‘ભક્તામર સ્તોત્ર’. ૧૯૮૩ શ્રી આનંદઘન ચોવીશી. - ઉપસંહાર ૧૯૮૪ – કૃપાળુદેવનો આત્મવિકાસ. – ૧૯૮૫ – ૭ આવશ્યક. ૧૯૮૬ – શ્રીમદ્ રાજચંદ્ર કૃત ‘અપૂર્વ અવસર’. – ૧૯૮૭ – સહજ સુખનાં સાધનો. ૨૩૯
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy