SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળીપ્રભુનો સાથ ધર્મનાં મંગલપણાનો વાસ્તવિક અનુભવ થવાથી જીવમાં ક્ષપક શ્રેણિ માંડી પૂર્ણ શુદ્ધ થવાની ભાવના જોર કરતી જાય છે. એવા કાળે શ્રી પ્રભુ તરફથી શ્રેણિ માંડવાની આજ્ઞા મળે તો તેને પ્રભુ તરફથી ખૂબ વીર્યપ્રેરક કલ્યાણનાં પરમાણુઓ મળે છે, તેના સાથથી તે જીવ ધર્મનાં સનાતનપણાને અનુભવે છે. કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘનપદ રાજ, મનરાવાલા (૨૨) શ્રી નેમિનાથ પ્રભુનાં જીવનનો આધાર લઈ આનંદઘનજી મહારાજ બાવીસમાં શ્રી નેમિનાથ સ્તવનમાં રાજુલની વિચારણા દ્વિઅર્થી ભાષા દ્વારા મૂકી શ્રેણિના ઉપશમ તથા ક્ષપક વિભાગની રજુઆત કરે છે. જીવને એક સમયનો પણ પ્રમાદ કરવાથી સંસાર ઊભો થાય છે, આ એક સમયના પ્રમાદને કારણે જીવ દશમાથી અગ્યારમા ગુણસ્થાને જઈ નીચે ઊતરી આવે છે, અને પૂર્ણતાએ અપ્રમાદી રહે તો તેનો સંસાર પરિક્ષણ થાય છે અને તે જીવ મુક્તિસુંદરીને વરવા ભાગ્યશાળી થાય છે. આ સ્તવનમાં નેમપ્રભુનું રાજુલના ત્યાગનું વર્તન સંસાર અપેક્ષાથી વિચારતાં ભૂલભરેલું જણાય છે, અને પરમાર્થ અપેક્ષાથી જોતાં ઘણું યોગ્ય લાગે છે, આવી સમજણ સ્તવનની પ્રત્યેક કડીમાંથી લાધે છે. આ વર્ણન કર્યા પછી અંતિમ કડીમાં તેઓ જણાવે છે કે, હું સફળ થઈશ (કાજ) કે નિષ્ફળ જઈશ (અનાજ) એની ગણતરી કર્યા વિના જ મેં તો પ્રભુને પ્રબળ શુભ નિમિત્ત ગણીને એકાગ્રતાથી ભજ્યા છે; તેથી મને આનંદઘનપદનું રાજ્ય અર્થાત્ શાશ્વત સુખ આપનાર મોક્ષની પ્રાપ્તિ કૃપા કરીને કરાવો એ જ મારી વિનંતિ છે. આ પંક્તિઓનો સૂક્ષ્મતાએ વિચાર કરીએ તો સમજાય છે કે દશમા ગુણસ્થાને આવતાં, જીવ જો પરિપૂર્ણતાએ આજ્ઞાધીન રહે તો તેને અગ્યારમું ગુણસ્થાન કુદાવી જવા જેટલું વીર્ય શ્રી પ્રભુ તરફથી પ્રાપ્ત થઈ જાય છે. આમ અહીં ૨૨૭
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy