SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળ પ્રભુનો સાથ ગતિનાં સુખ પામે છે, પણ મોક્ષ પામી શકતા નથી. વળી, ગચ્છના અનેક મતભેદોમાં અટવાઈ જઈ કેટલાય લોકો મોહને વશ થઈ અનુકૂળ એકાંતવાદમાં લપેટાઈ સંસારી રહ્યા કરે છે. આથી પરમાત્માની આજ્ઞાથી વિસંવાદી વર્તન કરનાર સંસાર વધારે છે, પણ પરમાત્માની આજ્ઞાનુસાર વર્તનાર મોક્ષ લાભ પામે છે. આથી પ્રભુમાં શુદ્ધ શ્રદ્ધાન કરી ક્રિયા કરનાર જ શુધ્ધ ચારિત્ર પાળી શુદ્ધ થઈ શકે છે. આ પ્રમાણેનો સાર, વિવિધતાવાળી સ્થિતિમાંથી ગ્રહણ કરી, જે જીવો આ સારને મનમાં રોજેરોજ વાગોળ્યા કરે છે, તે જીવો આ લોક (મનુષ્યલોક) અને પરલોક (દેવલોક)નાં ઘણા કાળ સુધી સુખ અનુભવી નિયમપૂર્વક આનંદઘન રાજ – મોક્ષને પામે છે. ક્ષાયિક સમકિત લીધા પછી પણ જીવ સંસારના મોહમાં અટવાતો હોય છે; જો કે તેને અંતરંગમાં આત્માની પ્રતીતિ તો જરૂર રહે છે. પરંતુ તેને ગુરુને આધીન થતાં મન, વચન, કાયાની પ્રભુને સોંપણી કરવામાં વર્તતા મોહને કારણે અનેક વિદ્ગો નડે છે. જ્યાં સુધી જીવ સંસારી શાતા કરતાં આત્મસુખને ઘણું વધારે મહત્ત્વ આપતાં શીખતો નથી, ત્યાં સુધી તેનો સ્વછંદ ટળતો નથી. તેને જેટલી જેટલી સંસારની આસક્તિ વધારે રહે છે, તેટલી તેટલી માત્રામાં તેનો સ્વછંદ જોર કરતો રહે છે, અને પરિણામે તે જીવ પ્રભુને આધીન થઈ સ્વકલ્યાણ કરવાનાં કાર્યમાં ઘણી મંદતા અનુભવે છે. આ મંદતાથી બચવા માટે પ્રભુ તથા સદ્ગુરુ પ્રતિ જીવને ઉત્તમ શ્રદ્ધાન થવું જરૂરી છે. શ્રદ્ધાન વધારવા માટે સંસારની પ્રીતિ ક્ષીણ કરવી ઘટે છે. આ સારરૂપ વાતને જે જીવ અંતરંગમાં સ્પષ્ટપણે સમજી લઇ, તે રીતનું વર્તન કરે છે, તે જીવ વ્યવહાર અને પરમાર્થે ઘણા કાળ સુધી શાતા વેદી, અંતમાં નિયમપૂર્વક આનંદઘનપદ રાજ અર્થાત્ આનંદના ઘનનું સામાન્ય બલ્ક મોક્ષ પામે છે. ગુરુ તથા પ્રભુને સમ્યપ્રકારે આજ્ઞાધીન થવાનો બોધ લીધા પછી, એ જ ધ્યેયથી જે જીવો વર્તે છે તેઓ પ્રથમ મનુષ્યલોકનું સુખ અનુભવે છે, પછીથી ઘણા કાળ સુધીનું દેવલોકનું સુખ અનુભવી છેવટમાં મોક્ષનાં સુખને માણે છે. ૨૧૫
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy