SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ કરે છે તે કર્મનાં ફળની વેદના છે, અને તે પણ માત્ર વ્યવહારનયથી જ છે. નિશ્ચયથી તો આત્મા આનંદસ્વરૂપ જ છે. જીવને મળતી આ સમજણ પોતાના આત્મપ્રદેશો પર સત્તાગત રહેલાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરવા સતત પ્રેરણા આપે છે. એથી અશુધ્ધ પ્રદેશો પુરુષાર્થ કરી શુધ્ધ થતા જાય છે. કેવળીગમ્ય પ્રદેશો પર ઉત્પન્ન થયા પછી કોઈ પણ કાળે ઘાતકર્મ કે અશુભ અઘાતી કર્મ ચીટકતાં નથી, તેનાં શુદ્ધિ તથા જ્ઞાનદર્શન અખંડ જ રહે છે, સાથે સાથે અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવાની પ્રેરણા આપવા દ્વારા પોતે શુદ્ધ થતી વખતે પ્રભુનું લીધેલું ઋણ ચૂકવતા જાય છે. અશુધ્ધ પ્રદેશો ભાવકર્મ તથા દ્રવ્યકર્મની અલ્પતા કરતા રહી, તેનાં ફળને ભોગવતાં ભોગવતાં કેવળીગમ્ય પ્રદેશોના માર્ગદર્શન નીચે પોતા પર રહેલાં કર્મના થરને ઓગાળતા જાય છે. કેવળીગમ્ય પ્રદેશોનું આ જે કાર્ય છે તે સાચા મુનિનું કાર્ય છે. તેઓ આત્માના શુધ્ધ સ્વરૂપને જેમ છે તેમ બોધે છે, તેનો લાભ લઈ અશુધ્ધ પ્રદેશો પોતાની શુદ્ધિ વધારતા જાય છે. આ પદની અંતિમ કડીમાં આગળનાં પદનો જ વિસ્તાર છે. જ્યારે માર્ગદર્શક યથાર્થ રીતે આત્માનો અનુભવ કરનાર હોય ત્યારે તે શ્રમણ કહેવાય છે, બાકી દ્રવ્યલિંગી અથવા વેશધારી સાધુ જ છે. જેઓ મૂળ આત્મપદાર્થને સાચા સ્વરૂપે ઓળખીને અનુભવે છે તેઓ જ ધર્મનાં સનાતનપણાને અનુભવી શકે છે, અને આનંદના ઘનસ્વરૂપમાં લઈ જનાર માર્ગમાં ચાલનાર – પ્રગતિ કરનાર (સંગી) બને છે. એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ! કૃપા કરી મુજ દિજીએ, આનંદઘન પદ સેવ! વિમલ. (૧૩) તેરમા શ્રી વિમલ જિન સ્તવનમાં, આત્માની શુદ્ધિ વધતી જાય ત્યારે જીવના ભાવ કેવા વર્તે છે, અને તેનાં ફળરૂપે જીવને ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ ૨૧૨
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy