SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ બંને આંખો સારી થઈ ગઈ તે પછીથી આંખ તપાસતી વખતે ડો. કોઠારીએ મને જણાવ્યું હતું કે, “બહેન, ખરેખર કહું તો તમારી ડાબી આંખ આટલી સુધરશે એવી કોઈ આશા મને ન હતી; પણ પ્રભુની કૃપાથી આવી સિદ્ધિ તમને મળી છે.” જેમાં અનેક પ્રકારે મુશ્કેલીઓ અનુભવવી પડતી હતી એવા કસોટીના કાળમાં પણ પ્રભુની આજ્ઞાથી જે ગ્રંથનું લખાણ થતું હતું, તેના પ્રભાવથી અને પ્રભુની અસીમ કૃપાથી મારાં શાંતિ તથા સ્વસ્થતા યથાવત્ જળવાઈ રહ્યાં હતાં. પ્રભુની કૃપાને કારણે આવો કસોટીનો કાળ પણ આરાધનનો કાળ બની રહ્યો હતો. આવો જ અનન્ય અનુભવ મને ‘શ્રીમની જીવનસિદ્ધિ' લખતી વખતે પણ થતો હતો. શારીરિક તેમજ સામાજિક રીતે ખૂબ વિપરીત સંજોગોમાં પણ જીવનસિદ્ધિનું લખાણ કરવામાં સહજતાએ આત્મશાંતિ અને આત્માનંદ વેદાતાં હતાં. તે વખતે લગભગ રોજના બારથી ચૌદ કલાક આરાધન થતું હતું. એ જ અનુભવનું પુનરાવર્તન શ્રી કેવળીપ્રભુનો સાથ'ના ભાગ ૧ થી ૫ લખતી વખતે થયેલું અનુભવાયું છે. આ સર્વ ઝીણવટભરી રીતે વાચકવર્ગને જણાવવાનો મારો ઉદ્દેશ એ છે કે પ્રભુની આજ્ઞામાં રહી, તેમનાં સાનિધ્યને માણતાં માણતાં આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતા જવાથી આત્મોન્નતિ થવા સાથે આધ્યાત્મિક પ્રસન્નતાનું વેદન સહજ થઈ જાય છે, એટલું જ નહિ પણ, વ્યવહારિક વિપરીત સંજોગો આત્માનુભવને બાધા કરી શકતા નથી. આવી અનુભૂતિની જાણકારી મેળવી સહુ મુમુક્ષુ જીવો પોતાનું કર્તાપણું ત્યાગી, પ્રભુની આજ્ઞાએ ચાલવા તેમને બધું સોંપી કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે. પ્રભુની શ્રદ્ધા કરી, તેમને પોતાના ભાવોની સોંપણી કરી કાર્ય કરવાથી જીવને કેવા અને કેટલા લાભ થાય છે, (ઉદા. માનાદિ કષાયોથી બચી જવાય છે, અસંખ્યગણી અશુભકર્મની નિર્જરા થાય છે, શુભ કલ્યાણભાવનો આશ્રવ થાય છે, વિપરીત સંજોગોમાં પણ આત્માનંદ જાળવી શકાય છે. વગેરે વગેરે) તે xxii
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy