SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ રહે છે. તેઓ તેનો યોગ્ય પ્રમાણથી ઉપયોગ કરી, બાકી વધેલાં શેષ પરમાણુઓમાં પોતાનો નવો સ્વતંત્ર ભાવ ઉમેરી પોતાના શિષ્યગણ એવા શ્રી પંચપરમેષ્ટિને એ પરમાણુઓ વેદવા માટે ભેટ આપતા જાય છે. આમ આ મોક્ષમાર્ગનાં સાધનો તથા ભેદરહસ્યોથી ભરેલાં ઉત્તમ પરમાણુઓનો ઉત્તમતાએ ઉપયોગ થતો જતો હોવાથી, એ પરમાણુઓનો રસ ક્યાંય વેડફાતો હોતો નથી. આ ગુણવત્તાવાળી વ્યવહારશુદ્ધિ એ પુરુષાર્થ કરનાર પંચપરમેષ્ટિને પરમાર્થશુદ્ધિની શ્રેષ્ઠ કેડી સુધી પહોંચાડી શકે છે, પહોંચાડે છે. પરિણામે તેઓની સ્વપરકલ્યાણ કરવાની પાત્રતા તથા શક્તિ ક્રમથી વધતાં જ જાય છે. આ ગુપ્ત રહસ્ય સમજાતાં, અંતરમાં એ ભાવ સ્પષ્ટ આકાર ધારણ કરે છે કે રૂપ મહાસંવરના માર્ગે જવાના મંત્રને, ધ્વનિ રૂપમાં એકાકાર કરી, નાદના અપૂર્વ કથનમાં તેનું નિરૂપણ કરી, આજ્ઞાપ્રેરિત, કલ્યાણપ્રેરિત મહાસંવરમાર્ગના દાતાર બની મોક્ષમાર્ગના નેતાનું બિરુદ પામનાર એવા શ્રી અરિહંત પદના ધારક પંચપરમેષ્ટિ પ્રભુનું વારંવાર સ્મરણ કરી, ઘડીઘડી અને પલ પલ વંદનરૂપ એવા આજ્ઞામાર્ગ પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગના શિષ્ય બનવા અમને વરદાન આપો. “લીધું જેણે શરણ તુજ તો, હાર હોયે જ શાની ?” · શ્રી ભક્તામર સ્તોત્ર. માનતુંગાચાર્ય. શ્રી અરિહંત પ્રભુની અનુપમ તેમજ અપૂર્વ વીતરાગતા સાથે પરમમૈત્રીમય અરિહંતપણાના વેદનમાં રહેલા ઉત્કૃષ્ટ પુરુષાર્થને ભાળી, અહોભાવ તથા આશ્ચર્યરૂપ લાગણી સહજતાએ આત્માના પ્રદેશેપ્રદેશમાં ફરીવળી દેહનાં રોમેરોમમાં પ્રસરે છે. આ ભાવને લીધે આત્માના પ્રત્યેક પ્રદેશ શિશ નમાવી, તેમનાં ચરણમાં સર્વસ્વ સમર્પવાના ભાવ કરે છે. અહો! આશ્ચર્યકારક અરિહંતપદ શ્રી અરિહંતપ્રભુમાં જન્મ ધારણ કરે છે, પરંતુ ત્યાં સિમિત ન રહેતાં, દેશનાના ધ્વનિમાં મહાકલ્યાણમય વૃષ્ટિની જેમ શાંતિ, મૈત્રી તથા શીતળતાની લહાણી કરે છે. ૧૮૬
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy