SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ માટે જ્યારે તે જીવનો આત્મા મિથ્યાત્વના ઉદયથી નિવૃત્ત થાય છે ત્યારે શ્રી તીર્થંકર પ્રભુનો કેવળીગમ્ય પ્રદેશ જીવના ભાવિ કેવળીગમ્ય પ્રદેશ પર ૐનાદ વરસાવે છે. જીવનો એ પ્રદેશ પોતાના ભાવિ અનુસાર ૐનાદને અમુક માત્રામાં ગ્રહણ કરે છે, અને નાદના અન્ય ભાગને ૐધ્વનિરૂપે શ્રી તીર્થંકર પ્રભુનો અન્ય પ્રદેશ ગ્રહણ કરે છે. આ આઠ સમયમાં તીર્થકર પ્રભુના કેવળીગમ્ય પ્રદેશો એમના અન્ય પ્રદેશોને રુચક પ્રદેશ પાસેથી મળેલા જ્ઞાન અનુભવને શ્રુતરૂપે આપે છે. આ પ્રક્રિયા આઠ સમયની હોવાનું કારણ એ સમજાય છે કે, આત્મા જ્યારે આઠ સમય માટે યોગથી ભિન્ન રહે છે ત્યારે તે કેવળી સમુદ્ધાત કરી, યોગને સંધી, ચોદમા ગુણસ્થાનથી આગળ વધી, મોક્ષને પામે છે; આ જાણકારી પ્રભુના કેવળીગમ્ય પ્રદેશો પ્રભુના આત્માના અન્ય શુદ્ધ પ્રદેશોને આપી આઠ સમય માટે યોગથી છૂટા રહેવાની પૂર્વ તૈયારી તેમની પાસે કરાવે છે. આ પ્રક્રિયા કરવા માટે અનુભવની ભૂમિકા હોવી અનિવાર્ય છે, તેથી કોઇ અન્ય જીવ આઠ સમય માટે મિથ્યાત્વના ઉદયથી નિવૃત્ત થાય છે, ત્યારે જ પ્રભુના કેવળીગમ્ય પ્રદેશો તેમના અન્ય શુદ્ધ પ્રદેશોને આ પ્રક્રિયાની જાણકારી અનુભવ તથા ધૃતરૂપે આપી શકે છે. આ રીતે શ્રી પ્રભુ પોતાના સર્વ પ્રદેશોને આ પ્રક્રિયાની જાણકારી આપવા માટે એક અજ્ઞાની જીવનો માધ્યમ રૂપે ઉપયોગ કરી તે અજ્ઞાની જીવનું ઋણ સ્વીકારે છે. અને તે ઋણની ચૂકવણી શ્રી પ્રભુ એ અજ્ઞાની જીવના આઠ પ્રદેશને કેવળીગમ્યપણું આપી, જીવમાંથી શિવ થવાનું વરદાન આપીને કરે છે. આ પ્રક્રિયા ત્યારે જ સફળ થાય છે જ્યારે શ્રી પ્રભુનાં આઠે આઠ જોડકાં એક સાથે આ પ્રક્રિયા કરી શકે છે. આઠે આઠ જોડકાંને આ પ્રક્રિયા એક સાથે કરવા માટે, એ અજ્ઞાની જીવના આઠ પ્રદેશો શ્રી તીર્થંકર પ્રભુની સત્તા તથા આજ્ઞામાં રહેવા તૈયાર હોવા જોઈએ, અને તેની સાથે પાંચે સમવાયનું સમપણું જીવના આ આઠે પ્રદેશો પર રહેવું જોઈએ. જો આમાંની એક પણ શરત પૂરી ન થાય તો કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. શ્રી તીર્થંકર પ્રભુની પૂર્ણતા હોવાને કારણે ૧૮૨
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy