SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાક્કથન વગેરે પ્રવૃત્તિ ચાલુ હતી. આમ કરતાં કરતાં છએક માસ પસાર થયા પછીથી દુ:ખાવામાં સારી રાહત જણાવા લાગી. ત્યાં સુધી મારે જમણા હાથને થેલીમાં જ (sling માં) બહાર જતી વખતે રાખવો પડતો હતો; અને તેને ઈજા ન થાય તે માટે સ૨ખું ધ્યાન આપવું પડતું હતું. આ પરિસ્થિતિમાં સપ્ટેંબર ૨૦૦૬માં મારે અમેરિકા જવાનું થયું, કેમકે ચિ.પ્રકાશ તથા અમી આ વર્ષના જુલાઈ માસમાં ઓફિસના કામે દોઢ વર્ષ માટે અમેરિકા ગયા હતા. ઓકટોબર માસમાં હું પાછી ભારત આવી. અમેરિકામાં લખવાનું કાર્ય ચાલું હતું. ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ભાગ-૧ની તૈયારી ચાલતી હતી. ઈ.સ.૨૦૦૭ના વર્ષમાં પણ લખાણ નિયમિતપણે થયા કરતું હતું. તેની વિગત ઉપસંહારમાં જણાવેલી છે. ઈ.સ.૨૦૦૭ના એપ્રિલ માસમાં મારે ફરીથી અમેરિકા જવાનું થયું. અને જુલાઈના અંતમાં હું પાછી ભારત આવી. અમેરિકામાં લખાણાદિ કાર્ય પૂર્વવત્ થયા કરતું હતું. આ વર્ષનાં પર્યુષણમાં ‘શ્રી કેવળીપ્રભુનો સાથ’નો પહેલો ભાગ પ્રગટ થયો અને બીજા ભાગની તૈયારી જોરશોરથી શરૂ કરી. એ અરસામાં ખ્યાલ આવ્યો કે મારા બંને આંખોના મોતિયા તૈયાર થઈ ગયા હતા. અને તે કઢાવવાની જરૂરત હતી. ઈ.સ.૨૦૦૭ની ૨૪ સપ્ટેંબરે મારી ડાબી આંખના મોતિયાનું ઓપરેશન થયું. આ વખતે એક મહિનાનાં પાનાંઓ મેં આગોતરા લખી લીધાં હતાં. આ ઓપરેશન કર્યા પછી મુશ્કેલી એવી થઈ કે આંખમાં નાખેલી દવાનું જોરદાર રીએકશન આવ્યું. ડાબી આંખના કોર્નિયામાં ઘણી કળચલી પડી ગઇ અને દેખાવાનું લગભગ નહિવત્ થઈ ગયું. આંખના સર્જન ડો. કુલીન કોઠારીએ શક્ય તેટલી મહેનત કરી પણ ધાર્યું પરિણામ આવતું ન હતું. આંખની સુધારણા માટે ટ્રીટમેંટ પૂર જોશમાં થતી હોવા છતાં ખાસ કોઈ ફાયદો જણાતો ન હતો. વધારામાં આંખની સુધારણા માટે મારે જે ટીપાંઓ નાંખવાનાં હતાં તેની આડઅસર રૂપે ગળું ખૂબ ખરાબ રહેતું હતું. અને સારા પ્રમાણમાં ઉધરસ xix
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy