SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળ પ્રભુનો સાથ કક્ષાનુસાર તેની બાજુના કેવળીગમ્ય પ્રદેશો ઉપાધ્યાય, આચાર્ય, ગણધર, તીર્થકર આદિની કક્ષાના થાય છે. આજ્ઞારૂપી ધ્રુવતાની પરાકાષ્ટાના ધરનાર તથા એ પૂર્ણ પરાકાષ્ટાને ગુરુપદ આપી, તે અવસ્થાએ પહોંચવા માટે સતત પુરુષાર્થી રહેનાર તથા લોકના સર્વ જીવો આ કક્ષાએ પહોંચે એવા ભાવને ભાવનાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને તેમનાં કલ્યાણકાર્યનાં અનુમોદન અર્થે સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ. આ કાર્ય અતિ સૂક્ષ્મપણે તથા અતિ વિશદતાથી કરવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પુરુષાર્થને કોટિ કોટિ વંદન હો. આઠમા રુચક પ્રદેશની કક્ષા અનુસાર, 3ૐરૂપી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી યોગ્ય આજ્ઞારસ ખેંચી, એ આજ્ઞારસને અભિસંધીજ વીર્યમાં પરિણમાવી તેમાંથી યોગ્ય તેજસ્ તથા કામણ શરીરનું બંધારણ કરી શ્રી કેવળીપ્રભુરૂપ કેવળીગમ્ય પ્રદેશો આત્માના અન્ય અસંખ્યાત અશુધ્ધ પ્રદેશોને અતિગુપ્ત, ગંભીર, અગમ્ય, અગોચર, અનન્ય તથા રૂપી અરૂપી સાથ આપી, શ્રી કેવળ પ્રભુના સાથ’ને “આત્માની સિદ્ધિ'રૂપ શુદ્ધિમાં અલૌકિક તથા અપૂર્વ માધ્યમથી પરિણમાવે છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના ડૅના આજ્ઞાપાલનના આદેશથી આ અતિ અતિ ગુપ્ત કાર્ય તથા સાથને, અરૂપી અનુભવને રૂપી આકાર આપવા અમે પ્રયત્ન કરીએ છીએ. શબ્દદોષ, રૂપી ભાવદોષ કે ગૂઢાર્થદોષ જણાય તો તેને છદ્મસ્થ વીર્યની અપૂર્ણતા સમજી ક્ષમા કરશો. પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ' નામના આગલા પ્રકરણમાં, ઉૐના આકારમાં શ્રી પંચપરમેષ્ટિમાં ગુપ્તપણે સમાવેશ પામેલા રત્નત્રયની આરાધનાનો આપણે શ્રી પંચપરમેષ્ટિની કૃપાથી તથા આજ્ઞાથી અભ્યાસ કર્યો હતો. ૐના આ આકારમાં તથા બંધારણમાં અનંતાનંત કર્મની પ્રકૃતિ, પર્યાય તથા પ્રત્યેક આત્માના અસંખ્ય અશુદ્ધ પ્રદેશો પર રહેલ અનંતાનંત કર્મ પ્રકૃતિની પર્યાયોનો ક્ષય કરી, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાની અપૂર્વ ચાવી તથા માર્ગ ૧૬૫
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy