SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ આચરવા માટે જીવને ૫૨કલ્યાણરૂપ પુરુષાર્થની લાક્ષણિકતા મેળવવી અનિવાર્ય બને છે. તેથી સાધુસાધ્વીપણાથી આગળ વધી અન્યને સહાય કરવા માટે શિક્ષક સ્વરૂપ સ્વીકારનાર ઉપાધ્યાયજીના પુરુષાર્થનો વકાંટો પ૨કલ્યાણ થતો હોવાથી, નિર્વેદનું આચરણ તેમનું પ્રતિક બને છે. બીજી રીતે કહીએ તો નિર્વેદ વિકાસ પામતાં તેમની પરકલ્યાણની ભાવના ક્રમથી સાકાર થતી જાય છે. આત્માર્થે આગળ વધતો જીવ જ્યારે સંવેગ તથા નિર્વેદને યોગ્ય સમતુલનથી પોતાના પુરુષાર્થમાં ગૂંથે છે ત્યારે તેની ધર્મ પ્રત્યેની આસ્થા તેના પુરુષાર્થનો વકાંટો બની જાય છે. આવો જીવ અમુક સમયે સંવેગ પ્રેરિત સહજાનંદ સ્વરૂપમાં નિમગ્ન હોય છે, તથા અમુક સમયે પૂર્વે નિબંધન કરેલાં પોતાનાં સ્વરૂપના અનુભવની અંતરાયની પીડાથી છૂટવા તે આલોચના કરતો હોય છે. આ બંને પ્રક્રિયા કરવા પાછળ જીવનો મુખ્ય ભાવ તો આસ્થાનો જ છે તે વિચારવાથી સ્પષ્ટ થશે. સ્વરૂપની અનુભૂતિમાં જવા માટેનું મુખ્ય કારણ ધર્મ છે, અને આલોચનાની પ્રવૃત્તિ કરવા પાછળ પણ એ જ ધર્મ કારણરૂપ છે. વળી, આસ્થા એ આજ્ઞા માટે પરમ બાંધવરૂપ છે એટલું જ નહિ પણ આસ્થા આજ્ઞા માટે કારણરૂપ તથા તેના પાલનહારરૂપ પણ છે. માટે સ્વપર કલ્યાણમાં નિમગ્ન જીવ જ્યારે વીતરાગતાની કેડી ઉપર એટલો બધો ગૂંથાઈ જાય છે કે ત્યારે તે એવા ભાવમાં રમવા લાગે છે કે સ્વકલ્યાણ અને પરકલ્યાણ બંને માત્ર આસ્થારૂપ આજ્ઞાની છત્રછાયામાં જ થાઓ. આમ તેમને પોતાના પુરુષાર્થ કરતાં ધર્મનાં શરણાંની મહત્તા ઘણી વધારે થાય છે, પરિણામે તેમનાં રોમેરોમમાં ધર્મની આસ્થાનો ધ્વનિ રમ્યા કરે છે. આવો પુરુષાર્થ કરવો તે શ્રી ગણધર તથા શ્રી આચાર્યજીનો વકાંટો બને છે. જીવનો ધર્મરૂપી રથ, આસ્થા જેવા સારથિ તથા સંવેગ અને નિર્વેદરૂપ ઘોડા સાથે અતિ તેજ ગતિથી દોડી શકે છે. તેથી જીવ કેવળજ્ઞાન અર્થાત્ શિવરૂપ મુક્તિને સહજતાએ વરી શકે છે. આવી શીઘ્રતાથી આગળ વધતા જીવને સતત એ લક્ષ રહેતો હોય છે કે સંસારના આરંભથી શરૂ કરી મોક્ષ પ્રાપ્તિ સુધીની ૧૪૩
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy