SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ એવા અકામ કરૂપ કરે છે. આને લીધે જીવ જે પોતાનાં અભિસંધિજ વીર્યનો ઉપયોગ આત્માને કર્તારૂપે પ્રવર્તાવવામાં કરતો હતો તેને સુલટાવી અનભિસંધિજ વીર્યના ઉપયોગમાં લઈ જાય છે. અને બચેલા અભિસંધિજ વીર્યને અંતરાય ગુણરૂપ આત્માનાં ભોક્તાપણામાં પરિણમાવે છે. આ રીતે ઉત્પન્ન થયેલો અંતરાય ગુણ અન્ય પુરુષાર્થ કે પુદ્ગલથી પમાયેલા અંતરાય ગુણ કરતાં જુદા પ્રકારનો હોય છે. આ અંતરાય ગુણમાં ચડતો ક્રમ નિર્મિત થયેલો જોવા મળે છે. શ્રી સાધુસાધ્વીના અંતરાય ગુણમાંથી શ્રી ઉપાધ્યાયજીનો અંતરાય ગુણ જન્મ પામે છે, ઉપાધ્યાયજીના અંતરાય ગુણમાંથી આચાર્યજીનો અંતરાય ગુણ જન્મે છે, આચાર્યના અંતરાયગુણથી ગણધરનો અંતરાયગુણ પ્રગટ થાય છે. એ જ રીતે ગણધરમાંથી અરિહંતનો, અને અરિહંતમાંથી સિધ્ધનો અંતરાય ગુણ પ્રગટ થાય છે. અહીં એ સવાલ ઊઠે છે કે જો “ૐ માં આટલી બધી શક્તિ હોય તો તેનાથી જીવ ત્વરાથી પૂર્ણ શુધ્ધ થઈ જવો જોઈએ, તો આમ કેમ બનતું નથી? શ્રી ગુરુ પ્રતાપે પ્રભુની વાણીથી ઉત્તર મળે છે. ૐના એક પુગલ સ્કંધમાં અનંત વીર્ય તથા શક્તિ ભરેલાં છે, જે યોગ્ય સંજોગો સર્જાતા જીવને પૂર્ણતા પમાડી શકે, પરંતુ જીવને પૂર્ણતા પામવા માટે પાંચ સમવાયનું એકઠા થવું એટલું જ જરૂરી છે. ૐરૂપ પુદ્ગલ માત્ર દ્રવ્યને જ સંતોષે છે. તે સિવાયના ચાર સમવાય જો પૂર્ણતા લેવા સાનુકૂળ ન હોય તો દ્રવ્યમાં અનંત શક્તિ હોવા છતાં જીવથી પૂર્ણતા પમાતી નથી. આ ૐ દ્રવ્યનું બંધારણ પૂર્ણ આજ્ઞાથી થયું હોય છે, અને એનું જીવ તરફનું ખેંચાણ પણ પૂર્ણ આજ્ઞાથી થતું હોવાથી ૐની પૂર્ણતા આપવાની શક્તિ નકામી વેડફાઈ જતી નથી. આ શક્તિ જીવના પ્રદેશો પર જળવાઈ રહે છે, અને જમાવ કરે છે, જેથી જીવને બહ્મરસ સમાધિનો અનુભવ અમુક અમુક સમયના આંતરે થતો રહે છે. આ બહ્મરસ સમાધિ જીવના અંતરાય ગુણને મજબૂત કરે છે; અને તે સમાધિ જીવને મુક્તિ તરફ દોરતી જાય છે. ૯૧
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy