SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા કોઈ પુદ્ગલ પરમાણુ આત્મા પાસે આવી શકતું જ નથી, આથી સિદ્ધ દશા “પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ” છે. જે આત્માની સહજ સ્થિતિ છે. આત્માની સહજ સ્થિતિમાં આત્મા શુદ્ધ છે, પોતાના મૂળ સ્વરૂપમય છે, નિરંજન છે (અંજન એટલે મેલ પોતાના કોઈ પણ પ્રકારના મેલ વગરનો તે નિરંજન); ચૈતન્યમૂર્તિ ચેતનસ્વરૂપને પૂર્ણપણે પ્રકાશનાર છે; અનન્યમય આવી સુંદર અદ્ભુત આત્મદશા બીજી કોઈ પણ અવસ્થામાં વર્તતી ન હોવાથી તે અનન્યમય છે; અગુરુલઘુ આત્મા શુધ્ધાવસ્થામાં ભારે પણ નથી, હલકો પણ નથી, સર્વને જાળવી શકે તેવો છે, આત્મા અમૂર્ત છે કર્મ સહિતની અવસ્થામાં દેહનું મૂર્તરૂપ ધારણ કરનાર આત્મા છે, તે શુધ્ધ થયા પછી પોતાના અમૂર્ત રૂપને - ચર્મચક્ષુથી જોઈ ન શકાય એવા રૂપને પ્રગટ કરે છે. આ બધા ગુણો સહિત રહેવું તે આત્માનું “સહજપદ” છે. આ સહજપદ મૂળપદ એવું છે કે જે એક વખત પ્રાપ્ત કર્યા પછી ક્યારેય વિલિન થતું નથી. — — - — — ૮૫ — આવી પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિએ જવાનો સૌ પ્રથમ પુરુષાર્થ જીવ અંતવૃત્તિસ્પર્શ કરતાં કરે છે, તે પછી આવો પુરુષાર્થ નિશ્ચયથી વ્યવહાર સમિકત મેળવતાં, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરતાં, છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતાં, શ્રેણિની તૈયારી કરતાં, શ્રેણિએ ચડતાં, સયોગી અયોગી કેવળીરૂપે ઉત્તરોત્તર ચડતા ક્રમમાં કલંક રહિત બનતાં બનતાં, છેવટે સિધ્ધભૂમિમાં પૂર્ણ કલંક રહિત અડોલ દશા મેળવતાં પૂર્ણ આજ્ઞાસિદ્ધિનું આરાધન કરે છે. આ આખો વિકાસક્રમ આપણને “અપૂર્વ અવસર”ની પ્રથમ ૧૮ કડીમાં વર્ણવાયેલો જોવા મળે છે. તેનું વિસ્તૃત વિશ્લેષણ કરવાથી આખો આજ્ઞામાર્ગ, સેવવાયોગ્ય કલ્યાણભાવ તથા મહાસંવર માર્ગની અપૂર્વતા આપણને સમજાય છે. કોઈને સવાલ થાય કે અયોગી ગુણસ્થાને આવી અડોલ દશાએ પહોંચ્યા પછી આત્મા સિધ્ધભૂમિમાં કઈ પ્રક્રિયાથી પહોંચી શકતો હશે! તેનો જવાબ આપણને ૧૯મી કડીમાં મળે છે.
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy