SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ જ ભાવ સહિત સર્વ જીવ પ્રત્યે વર્તવું છે એવો નિર્ણય “પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો” એ પંક્તિ વ્યક્ત કરે છે. આ વર્તનાની સમજણ લેતાં સ્પષ્ટ થાય છે કે શ્રેણિની પૂર્વ તૈયારી બળવાનપણે કરતો આત્મા, આજ્ઞારૂપી તપનું ઉત્તમ પાલન કરી આજ્ઞારૂપી ધર્મમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કેવી રીતે કરી શકે છે. અને આ આરાધનથી આજ્ઞારૂપી તપ અને આજ્ઞારૂપી ધર્મને એકબીજા સાથે કાર્યકારણ સંબંધ કેવો સ્થપાતો જાય છે તેની સમજણ મળે છે. આમ “અપૂર્વ અવસર”ની ૧૧મી કડી આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપની સહવિદ્યમાનતાની પ્રાથમિક અવસ્થા વર્ણવી જાય છે. તે પછીની એટલે કે બારમી કડીમાં મુનિની આગળની દશાનું ચિત્ર આપ્યું છે. સ્મશાન, જંગલ, પર્વતાદિમાં એકાકિ વિચરવા છતાં જો કોઈ અશુભ કર્મ બાકી રહી જાય તો તેને દળી નાખવા મુનિ તરીકે ઘોર તપશ્ચર્યા કરવા રાજપ્રભુ ઇચ્છે છે; જેથી કોઈ પણ રહ્યું સહ્યું કર્મ આત્મા પર સવાર થઈ શકે નહિ. જ્યાં દેહ અને આત્મા છૂટા પડી જાય તેવી બળવાન તપશ્ચર્યા કરતી વખતે પણ મનમાં લેશ માત્ર ઉચાટ કે ગરમી આવે નહિ, સ્થિર પરિણામ સ્થિર જ રહે, અસ્થિર બને નહિ. વળી એટલા જ બળવાન શાતાના ઉદયો આવે તો પણ અંશ માત્ર રાગ વેદે નહિ એવી અપૂર્વ સ્થિરતાની ભાવના રાખી છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રસના ઇન્દ્રિયને જીતવી ભગવાને કઠિન બતાવી છે, તેનો જય પણ “સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જો” એ પંક્તિ દ્વારા સૂચવ્યો છે. શાતા અશાતા બંનેના ઉદયને કર્મફળ ગણી, સમચિત્ત રહી, મુનિશે તે ઉદય પ્રતિ પરમ નિસ્પૃહી રહી સ્વભાવની અનુભૂતિમાં લીન રહેવા તેમણે ઇચ્છયું છે, અને આ સ્વરૂપલીનતા એટલી ગાઢી વિચારી છે કે ધૂળની રજકણ કે વૈમાનિક દેવની ઋદ્ધિ એ બંને તેમને માત્ર પુદ્ગલરૂપે જ અનુભવાય. આમ આજ્ઞારૂપી તપના ઊંડા અને બળવાન આરાધનથી આત્મા આજ્ઞારૂપી ધર્મનાં પાલનમાં સ્થિર થતો જાય છે, અને આજ્ઞારૂપી ધર્મની અનુભૂતિ વધતાં મુનિનું આજ્ઞારૂપી તપ કેવું ઉત્કૃષ્ટ થઈ બંને એકબીજામાં કેવા ભળી જાય છે તે બારમી કડીમાં જોવા મળે છે. અને તેથી શ્રેણિમાં ચડતાં પહેલાં રાજપ્રભુ કેવા પ્રકારની આત્માનુભૂતિમાં રહેવા માગે છે તેનું તાદશ ચિત્ર આપણને અહીં મળે છે. આ ૭૬
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy