SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ અમારા હાથમાં ધર્મરૂપી શસ્ત્ર આપજો. આ શસ્ત્રનો સદુપયોગ કરી, આજ્ઞામાર્ગને અનુસરી અમે પૂર્ણ આજ્ઞાધીન થવાનો પુરુષાર્થ કરતા રહીએ, એટલું જ નહિ પણ, અન્યને ય એ કાર્યમાં પારંગત થવા ઉપયોગી થઈ શકીએ એવી કૃપા તમે અમારા પર વરસાવતા રહેજો. નમો લોએ સવ્વસાહૂણં – અનાદિકાળથી જગતની મોહમાયામાં ફસાયેલા તથા સબડતા જીવોને, પ્રભુકૃપાથી અને પ્રભુઆજ્ઞાથી સમસ્ત જીવો માટે કલ્યાણભાવ વેદી, મોક્ષપ્રાપ્તિના માર્ગના આજ્ઞામાર્ગની આદિમાં સમાવિષ્ટ કરનાર તથા કરાવનાર એવા લોકના સમગ્ર સાધુસાધ્વીજીને અમારાં વંદન હોજો. આજ્ઞામાર્ગમાં ચાલવાનો આરંભ કરી, તે માર્ચના અંત સુધી પહોંચવાના પુરુષાર્થમાં સતત જાગૃત રહેનાર સાધુસાધ્વીજી! અમે તમોને અમારા પગનું રક્ષણ કરવા વિનંતિ કરીએ છીએ. અમને પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞારૂપ મોજડી પગમાં પહેરાવી કલ્યાણમાર્ગમાં ત્વરાથી ચાલવા ખૂબ સહાય કરજો ; આ અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના સ્વીકારજો . અમને લક્ષ છે કે એના થકી જ અમારું સંસારનું અનાદિકાળનું પરિભ્રમણ શાંતતા પામવાનું છે. એટલે એમ કે અમે સંસારની લાલચોથી મુક્ત થઈ સિદ્ધભૂમિનાં શાશ્વત સુખ માણવા ભાગ્યશાળી બનવાના છીએ. સર્વ પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞા મેળવવારૂપ કૃપા થકી અમે સર્વ ઘાતી તેમજ અઘાતી કર્મોથી છૂટકારો પામવાના જ છીએ એ શ્રદ્ધાન સાથે ભાવપૂર્વક વંદન કરીએ છીએ. એસો પંચ નમુક્કારો, સવ્ય પાવ પણાસણો – આજ્ઞા પામવાના અને આજ્ઞામાં રહેવાના ઉત્તમ ભાવ સાથે કરેલા આ પાંચે નમસ્કાર સર્વ પ્રકારનાં પાપનો અર્થાત્ કર્મનો નાશ કરાવનાર છે. આ પ્રકારે શ્રી પંચપરમેષ્ટિ ભગવાનને આજ્ઞાધીન થવાથી જીવને અનેક ભયથી ભરેલા સંસારસમુદ્રને તરવા માટે એક સુંદર તથા સુરક્ષિત આસનની પ્રાપ્તિ થાય છે. અને તે આસનને ફરતો આજ્ઞાના કવરૂપ મજબૂત કિલ્લો પણ તૈયાર થાય છે. આ કિલ્લો, જીવ પર આવતાં કર્મના હલ્લા સામે સતત રક્ષણ આપ્યાં કરે છે. ३४०
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy