SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ 3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ શ્રી પ્રભુ જણાવે છે કે દાનાંતરાય તોડવા માટે સૌથી પહેલાં સરળતાનો ગુણ કેળવવો જરૂરી છે. સરળતામાં સાધક પ્રભુ અને ભક્તના તફાવતનો – અંતરનો સત્યરૂપે એકરાર કરે છે. સરળતામાં મહદ્ અંશે માન કષાયનો ક્ષય છે, તથા ભક્તિ, વિનય એ આજ્ઞાનાં મૂળમાં રહેલાં છે. સરળતાને લીધે જીવ પોતાનાં હીનવીર્ય, અલ્પ સમજણ તથા કાર્યસિદ્ધિ કરવાની પોતાની અશક્તિને માયાજાળના કંબલમાં ઢાંકતો નથી. બલ્ક, એ જ અપૂર્ણતાને ભક્તિરૂપ વૃક્ષનું મૂળ બનાવે છે. એ સરળતાનો પોતાની અપૂર્ણતા અને પ્રભુની પૂર્ણતાને ઝીણવટભરી વિશદતાથી સમજવામાં ઉપયોગ કરી વીર્યને નવી દૃષ્ટિરૂપ બનાવે છે. આ સરળતાના ગુણથી જીવ પોતાના માન કષાયને પરમાર્થ લોભ રૂપે પલટાવે છે. જેથી એ જીવ સતત પૂર્ણ ભક્તિમાં રહેવાનું અભયવચન શ્રી પ્રભુ પાસેથી મેળવે છે. સરળતાના ગુણથી જીવ પોતાની આંટીઘૂંટી રૂપ માયાકપટ જનિત વિચારણાને સ્પષ્ટતાનું રૂપ આપે છે. જેથી એ અપૂર્ણતાને તથા પ્રભુની પૂર્ણતાને સમજવા માટેની અંતરાય તોડતો જાય છે. જેટલા અંશે આ અંતરાય તૂટતાં જાય છે. તેટલા અંશે એ ભવસાગર તરવા માટે સરળ, સુગમ તથા સચોટ માર્ગને સમજવા તથા આચરવાના અંતરાય તોડતો જાય છે. સરળતાના ગુણની ખીલવણી સાથે તેનું ગુણગ્રાહીપણું પણ વધતું જાય છે, તેથી તે ગુણો પ્રતિ રાગી થઈ, ગુણી પ્રત્યેના પોતાના પૂર્વકૃત વેરને પોતા તરફથી મૈત્રીરૂપ સુગંધમાં ફેરવે છે. આવી સરળતા તેને મહદ્ અંશે મૈત્રીગુણ ખીલવવા માટે જનનીનું કામ કરે છે. જે રૂપ વિશાળ બની જગતમૈત્રીરૂપ મહાદુષ્કર ગુણની સિદ્ધિ આપે છે. તેથી આ સરળતાનો ગુણ પંચપરમેષ્ટિ ભગવંતના પૂર્ણાતિપૂર્ણ પરમાણુની પ્રાપ્તિ માટે પ્રથમ ભૂમિકાનું કામ કરે છે, એ સ્પષ્ટ થાય છે. સરળતાનો ગુણ મળવાથી જીવને એક બીજો અતિ ગંભીર તથા રહસ્યમય ભેદ જાણવા મળે છે. આપણે જોયું તેમ સંજ્ઞાથી જીવ ભૂત, વર્તમાન તથા ભાવિના ભાવ, પુરુષાર્થ તથા કર્મબંધન વર્તમાનમાં કરી શકે છે. આમ કાળની મર્યાદાની બહાર જીવ જ્યારે સ્વચ્છેદે વર્તે છે, ત્યારે તે અતિ આકરા કર્મ બાંધે છે, આ કર્માશ્રવથી મુક્ત થવાનો માર્ગ સરળતામાં સમાયેલો છે. સરળતાથી જીવમાં ગુપ્તપણે બે ગુણો પ્રગટ થાય છે. ૧. આભારકિરુણા ૨. ધીરજ. ૩૨૧
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy