SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ ત્યાં શાશ્વત, ધુવ અને નિત્ય સમાધિ છે. જ્યાં સમાધિ છે ત્યાં સહજ સ્થિતિ છે. જ્યાં સહજ સ્થિતિ છે ત્યાં પૂર્ણ કલંકરહિત અડોલ અવસ્થા છે. જ્યાં પૂર્ણ કલંક રહિત અડોલ અવસ્થા (સ્થિતિ) છે ત્યાં પૂર્ણ કલંકરહિત અડોલ દશા છે. જ્યાં પૂર્ણ કલંક રહિત અડોલ દશા છે ત્યાં પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ છે.” આ ભાવનું પ્રગટીકરણ કરી, પરમ કરુણાબુદ્ધિથી અને પરમ નિસ્પૃહભાવ સાથે, કોઈ પણ પ્રતિ ઉપકાર લેવાના ભાવ વગર, શ્રી અરિહંતપ્રભુ લોક કલ્યાણની ભાવના વેદે છે. આ ભાવનામાં આજ્ઞા છે, વીતરાગતા છે, છતાં પરમ નિસ્પૃહતા સાથેના કલ્યાણભાવ છે. આ ત્રણે ભાવના તરંગો એક જ વેગથી, સરખી કક્ષાએ અને એક સાથે શ્રી અરિહંતપ્રભુ વેદે છે. અહો! પુરુષાર્થની કેવી અપૂર્વતા અને ધન્યતા! જે ભાવમાં આજ્ઞા, વીતરાગતા તથા નિસ્પૃહ કલ્યાણભાવ સઘન રીતે વહે છે, એવા શ્રી અરિહંત પ્રભુની અંતરંગ ચર્યા કેવી અદ્ભુત હશે! કે જેની સિદ્ધિ રૂપે આવો ઉત્તમ આજ્ઞારસ એમના આત્મામાંથી વહે છે. શ્રી દેવેશ્વર પ્રભુ તથા પરમ શ્રી સદ્ગુરુની કરુણાકૃપાથી આ ચર્યાનો અનુભવ થયો અને એમની જ કૃપાથી અને આજ્ઞાથી એ અનુભવને શબ્દદેહ અપાયો છે. શ્રી તીર્થંકર પ્રભુના પુરુષાર્થમાં પૂર્ણ અજ્ઞાની ઉત્કૃષ્ટતા, પૂર્ણ વીતરાગતાની ઉત્કૃષ્ટતા અને પૂર્ણ આજ્ઞાપ્રેરિત કલ્યાણભાવની ઉત્કૃષ્ટતા રહેલાં છે. આ ત્રણ રસની ઉત્કૃષ્ટતા સાથે એમના પુરુષાર્થમાં એક અપૂર્વ લાક્ષણિકતા છે. શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી એ અનુભવને શબ્દદેહ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણ રસમાં લોક સમસ્તના કલ્યાણની ભાવનાને યથાર્થરૂપે અને ઉત્કૃષ્ટપણે વેદવા માટે એમનામાં એક ચોથો રસ વ્યાપે છે; જે આ ત્રણ રસને યથાર્થ ઉત્કૃષ્ટતામાં પરિણમાવે છે. એ રસ છે ધર્મના “સનાતાનપણાનો ભાવ. ધર્મને સનાતન બનાવવા માટે, તેમાં યોગ્ય ઉત્કૃષ્ટ સમતોલન સાથે આજ્ઞા, વીતરાગતા અને કલ્યાણભાવની આવશ્યકતા છે. એમાંથી એક પણ પદાર્થ ઓછો કે મધ્યમ હોય તો ધર્મનાં સનાતનપણાનાં નિર્માણમાં બાધા કે અંતરાય આવે છે. આ પરથી સ્પષ્ટ થાય છે ૩/૯
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy