SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ 3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ બોધને પાત્ર બનાવો છો, તેની પાછળનો મુખ્ય હેતુ અને કારણ અલગ છે, જે અતિ ગૂઢ અને ગુપ્ત છે. શ્રી પ્રભુ આ અતિ ગુપ્ત રહસ્યને, ઉત્તમ દાતારનો ભાગ ભજવતા આ શિષ્ય પાસે અતિ મૂલ્યવાન એવો અનુભવગમ્ય બોધ વાણીગોચર કરે છે. આ લાભ આપવા માટે અમે સદાયના તમારા ઋણી અને દાસાનુદાસ છીએ.” - શ્રી ગણધર પ્રભુ લોકકલ્યાણની ભાવના નામકર્મ બાંધ્યા પહેલાં અતિ વેગપૂર્વક કરે છે, અને નામકર્મ બાંધ્યા પછી તેમની આ ભાવના ઉત્તરોત્તર મંદ થતી જાય છે. આ મંદતાનું કાર્ય પુરુષાર્થથી નહિ, પણ સહજતાએ થાય છે. નામકર્મ બાંધ્યા પછી તેમનો પુરુષાર્થ કંઇક ઓર જ હોય છે. તેઓ ભાવ કરે છે કે જે અરિહંત પ્રભુ (વર્તમાન કે ભાવિ)ના સાથથી મને આ ઉત્તમ નામકર્મ બાંધવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ એ અરિહંતની આજ્ઞામાં હું સતત રહું. આજ્ઞામાં રહેવાના ભાવ એમને પરમાર્થિક સિદ્ધિઓ કરતાં વધારે પ્રિય થતા જાય છે. આ પ્રિયતાના આધારે એમનો વિનયભાવ વધારે ને વધારે ગૂઢ, તીક્ષ્ણ તથા ઊંડો થતો જાય છે. આ વિનયભાવના આધારે તેઓ આજ્ઞારૂપી તપ (વિનય આંતરતપ છે)ની વિશુદ્ધિ વધારતા જાય છે. આ શુદ્ધિ વધતાં એમનું ચારિત્ર વિશુધ્ધ થતું જાય છે. ચારિત્રની વિશુદ્ધિથી એમનો માનભાવ, જે નામકર્મ બાંધ્યા પહેલાં અને પછી ધુવબંધી છે, તે માનભાવને તેઓ પરમાર્થ લોભમાં પરિણમાવે છે. પરમાર્થ લોભનું પ્રાબલ્ય થતાં એમનો જીવ વધારે નમ, વિનયી તથા સરળ બને છે. એમનું ધ્યેય જે લોકકલ્યાણની ભાવનામાં સિમિત થતું હતું તે પલટાઈને ઉત્તમ શિષ્યપદ તથા ઉત્તમ વિનિતપણે પામવાનું થતું જાય છે. એમનું લક્ષ લોકપૂજા તથા કીર્તિમાંથી ખસી આંતરમૌન પ્રેરિત પરમ ભક્તિરૂપ પરમ આજ્ઞા તથા પરમ વિનયમાં રહેવાનું બને છે. શ્રી ગણધર પ્રભુ જ્ઞાનમાર્ગે જઈને થાય છે, ક્રિયામાર્ગે જઈને થાય છે, યોગમાર્ગે જઈને થાય છે અને ભક્તિમાર્ગે જઈને પણ થાય છે. પરંતુ તેમના આ પલટાતા ભાવને કારણે એમનો આત્મા જ્ઞાનમાર્ગમાં ભક્તિ અનુભવે છે, ક્રિયામાર્ગમાં ભક્તિ અનુભવે છે, યોગમાર્ગમાં ભક્તિ અનુભવે છે અને ભક્તિમાર્ગમાં પણ ભક્તિ અનુભવે છે. આ ભક્તિરૂપી સેતુ તેમને શ્રી અરિહંત પ્રત્યે આજ્ઞાંકિત, વિનિત, ઉત્કૃષ્ટ તથા ૩૫
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy