SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐૐ સ્પૃહા નથી, અને જેની પાસે સ્પૃહા છે તેની પાસે લોકનું જ્ઞાન નથી. પણ કલ્યાણભાવ કરવા માટે લોકનું જ્ઞાન તથા કલ્યાણ કરવાની સ્પૃહા એ બે અનિવાર્ય કારણો છે. તેમ છતાં આ અસંભવિત લાગતું અતિ દુષ્કર કાર્ય શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતની અપૂર્વ સમાનતાથી પૂર્ણ બને છે. પંચપરમેષ્ટિ ભગવંતમાં મુખ્ય બે વિભાગ છેઃ પૂર્ણ પરમેષ્ટિ અને છદ્મસ્થ પરમેષ્ટિ. શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ પૂર્ણ પરમેષ્ટિ છે; ત્યારે શ્રી આચાર્ય, ઉપાધ્યાયજી અને સાધુસાધ્વીજી એ છદ્મસ્થ પરમેષ્ટિ છે. પૂર્ણ પરમેષ્ટિ લોકનું જ્ઞાન આપે છે અને છદ્મસ્થ પરમેષ્ટિ કલ્યાણની સ્પૃહા આપે છે. આ બંને કારણો એમની પોતપોતાની સંજ્ઞાશક્તિ તથા આત્મશક્તિ સાથે સંયોજિત થાય છે. પણ આ બંને કાર્યને જે યોગ્ય સમતુલનમાં એક કરે છે તે છે આજ્ઞા. પૂર્ણ કે છદ્મસ્થ પરમેષ્ટિ એક આજ્ઞામાં જ છે. જે આજ્ઞા અનંતકાળ પહેલાં જ્ઞાનીઓએ પાળી હતી, એ જ આજ્ઞા વર્તમાનમાં જ્ઞાનીઓ પાળે છે, અને એ જ આજ્ઞા જ્ઞાનીઓ અનંતકાળ પછી પણ પાળશે. “આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગભેદ નહિ કોય.” શ્રી રાજચંદ્ર – આત્મસિદ્ધિશાસ્ત્ર- ૧૩૪ જો અનંતકાળની તરતમતા આજ્ઞાના માધ્યમથી સમાન થઈ જાય છે, તો એક જ કાળના વિભિન્ન આત્મશુદ્ધિવાળા આત્મા એ આજ્ઞા થકી એક કેમ ન થઈ શકે? થઈ શકે અને થાય છે. આ સુંદર સિધ્ધાંતના માધ્યમથી પરમ હિતકારી તથા પરમ અપૂર્વ એવી ની રચના થાય છે. ગુરુભક્તિના માધ્યમથી આ આજ્ઞા ભિન્ન ભિન્ન આત્માઓની ભિન્ન ભિન્ન સંજ્ઞાના લોકકલ્યાણરૂપ ભાવને માત્ર એક આજ્ઞામાર્ગ રૂપે સર્વ જીવો સુધી પહોંચાડે છે. આ રચનાની પ્રક્રિયા સમજવા યોગ્ય છે. શ્રી સાધુસાધ્વી આજ્ઞામાર્ગના પ્રથમ પગથિયે છે. તેઓ મહાસંવર માર્ગને સ્થૂળતાથી પાળવાનો પ્રયત્ન કરે છે. આ સર્વ સાધુસાધ્વીજી કાં સંવર પ્રેરિત નિર્જરા માર્ગમાં હોય છે, અથવા તો નિર્જરા પ્રેરિત સંવરમાર્ગમાં હોય છે. સર્વ સાધુસાધ્વીનું ૨૦૯
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy