SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ જીવને કોણ આપે અને કેવી રીતે આપે તે જાણવું ખૂબ અગત્યનું છે અને રસપ્રદ પણ છે. આ સમજણ ન હોય તો અમુક દશા પછી જીવ દાતા પાસેથી કંઈ મેળવી શકતો નથી, પરિણામે તે યોગ્ય વિકાસ પણ કરી શકતો નથી. યાચક પ્રાપ્ત કરી શકે અને દાતા યથાર્થતાએ દાન આપી શકે તે માટેનું મુખ્ય માધ્યમ છે ભક્તિ. જે જીવમાં ભક્તિ જન્મે છે તે કોઈ પણ કક્ષાએ, કોઈ પણ ક્ષેત્રે સત્પુરુષ પાસેથી દાન ગ્રહણ કરી વિકાસ સાધી શકે છે. માટે સર્વ જ્ઞાની પુરુષોએ અનુભવથી નિર્ણય કર્યો છે કે “ઘણા ઘણા વિચાર પછી સિદ્ધ થયું છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે.” એકેંદ્રિયપણાથી આરાધાતો ભક્તિમાર્ગ જીવને સંશી પંચન્દ્રિયપણામાં મનુષ્યરૂપ સુધી પહોંચાડે છે ત્યારે તેને પ્રશ્ન થાય છે કે, ભક્તિ એ શા માટે સર્વોપરી માર્ગ છે? વીતરાગી પ્રભુ અને સરાગી જીવ વચ્ચે સેતુ કઈ રીતે બંધાય છે? ભક્તિમાર્ગમાં સાધક પોતાનું સર્વસ્વ પોતાના આરાધ્યદેવને સોંપી, માત્ર આરાધનના ભાવથી અપૂર્વ આજ્ઞાપાલનમાં જ પોતાની સર્વ સંપત્તિને કાર્યકારી કરવાનો પ્રયત્ન કરે છે. આ ભક્તિનાં સાધન દ્વારા વીતરાગી પ્રભુ અને સરાગી જીવ વચ્ચે ‘વિનયાભાર – વિનય અને આભાર’ ની પ્રક્રિયાથી એક સેતુની રચના થાય છે. સાધક જ્યારે પરમ વિનયથી એમના આરાધ્યદેવ અને ગુરુ પાસે શુદ્ધિની માગણી કરે છે, ત્યારે એ આરાધ્યદેવ કે ગુરુ એમનાં પૂર્વસંચિત ઋણને ચૂકવવા માટે, સુપાત્રે દાન કરવાનો અવસર ઇચ્છતા હોવાથી, પરમ આભાર ભાવથી (ઋણ ચૂકવવાનો સુયોગ આપવા માટે) સાધકને આજ્ઞાધીનપણે યોગ્ય દાન આપે છે. એ દાન લઈ સાધક ખૂબ જ ઉલ્લાસમાં આવી, આનંદના રેલેરેલા અનુભવે છે. તેને લાગે છે કે આ આનંદ મારા માટે અપૂર્વ છે, અલ્ક્ય છે તેમ છતાં તે અનુભવગમ્ય છે. તો, અનુભવના ધારક અને દાતા – તારક પ્રભુને મારો અહોભાવભર્યો આભાર અર્પણ હો. શિષ્યનો આ આભાર ગ્રહણ કરતી વખતે આરાધ્યદેવ કે ગુરુ વિનયનો સહારો લઈ, ૫૨મ વીતરાગમય સ્થિતિની અપૂર્વ ભૂમિકામાં ડૂબી, કલ્યાણમય નેત્રો, વાણી અને સ્પર્શ ૨૨૪
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy