SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ ઉદા.ત. કોઈ વેળા અસંજ્ઞી જીવને કોઇક પ્રકારના ભાવ કરવાની ઇચ્છા આત્માથી થતી ન હોય, પણ કર્મના ઉદયને કારણે તે એવા નિમિત્ત પાસે આવી જાય કે જેથી તેને અનિચ્છાએ તથા પરવશપણે એને નિમિત્તાનુસાર ભાવ કરવા પડે છે. એમાં તેના આત્માનાં અનભિસંધિજ વીર્યનો ઉપયોગ થાય છે. સંજ્ઞા આવ્યા પછી જ જીવ પોતાનાં અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરી શકે છે. એનામાં પાંચ સમવાયમાંના સૌથી બળવાન સમવાય “ભાવ” નો ઉપયોગ કરવાની શક્તિ આવે છે. અહીં “ભાવ” શબ્દ “સ્વાધીન ભાવ” ના અર્થમાં સમજવાનો છે. આ અભિસંધિજ વીર્યથી જીવ ભાવને બે પ્રકારે વેદી શકે છે. - પ્રત્યક્ષપણે તથા પરોક્ષપણે. જીવ જ્યારે ભાવને પ્રત્યક્ષપણે વેદે છે ત્યારે તેનાં સારા કે નરસા ભાવની કાર્યસિદ્ધિ વધારે બળવાન થાય છે. પણ જીવ જ્યારે પરોક્ષપણે ભાવને વેદે છે ત્યારે તેના ભાવની સિદ્ધિ શિથિલતાથી થાય છે. આ બે ભાવના પેટાવિભાગ જોવા જઈએ તો અનંત થાય છે, કેમકે પ્રત્યક્ષભાવ વર્તમાનના નિમિત્તથી, ભૂતકાળના નિમિત્તથી કે ભવિષ્યકાળના નિમિત્તથી પણ થઈ શકે છે. એ રીતે પ્રત્યક્ષ ભાવ વર્તમાન દ્રવ્યથી, ભૂતકાળના દ્રવ્યથી કે ભાવિના દ્રવ્યથી પણ થઈ શકે છે. એ જ રીતે ક્ષેત્ર, કાળ તથા ભવ માટે પણ વિચારી શકાય. આ પાંચે સમવાયની તરતમતાના આધારે પ્રત્યક્ષ ભાવના અનંત પેટાવિભાગ થાય છે. વળી, પ્રત્યક્ષ ભાવ કરતાં કરતાં જીવ અન્ય સંજ્ઞી તથા અસંજ્ઞી જીવો માટે પરોક્ષ રીતે ભાવ કરાવવામાં નિમિત્ત થઈ જાય છે. આ ઉપરાંત જીવમાં સંજ્ઞા આવવાથી તેને સ્મૃતિબળ મળે છે. સ્મૃતિબળની સાથે જીવમાં વિશ્લેષણ કરવાની શક્તિ પણ આવતી જાય છે. તેને કારણે જીવ પોતાની એક ઇન્દ્રિયના પ્રત્યક્ષ ભાવના નિમિત્તથી બીજી ઇન્દ્રિય દ્વારા પરોક્ષ ભાવ કરી શકે છે. ઉદા.ત. જીવ જ્યારે આંખ દ્વારા સુંદર ભોજન પિરસાયેલું જુએ છે, ત્યારે તે દશ્યના નિમિત્તથી તેની રસના ઇન્દ્રિય પરોક્ષભાવ કરે છે. આ જ ઉદાહરણને વિસ્તારીએ તો સમજાય છે કે તેને સાથે સાથે ભોજનની મીઠી સુંગધ ધ્રાણેદ્રિય દ્વારા મળે તો તેની રસના - જીભ વધારે ઉત્તેજિત થાય છે. આ જીવને તે સાથે આ ખાદ્ય પદાર્થનો જો સ્પર્શ થાય તો તેનો રસનાનો ભાવ વધારે પ્રબળ થાય છે. આ પ્રક્રિયાને યોગ્ય ૨૦૨
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy