SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ સમજાય છે કે ચોથી ઇન્દ્રિય આવતાં જ જીવ કર્મ બાંધવાનાં ત્રણ કારણો – મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ – નો અનુભવ બહુલતાએ કરવા માંડે છે. પ્રમાદ આવતાં જ જીવમાં પદાર્થ મેળવવા માટે પુરુષાર્થહીનતા આવવા લાગે છે. તેમાંથી તેને અન્ય મંદ પુરુષાર્થી આત્માની અસર નીચે પુરુષાર્થ કર્યા વિના જ પદાર્થને મેળવી લઈ પોતાના પુરુષાર્થનો સમય ઘટાડવાની વૃત્તિ ઉભવે છે. આ ભાવમાં જીવન ચોરી કરવાનો ભાવ સમાયેલો છે. તેથી ઇન્દ્રિય વધવાની સાથે એનાં કર્મ બાંધવાનાં કારણો પણ વધતાં જાય છે. પરંતુ જીવને મળેલાં સંજ્ઞીપંચેન્દ્રિયનું નિમિત્ત, કાળ, પુદ્ગલનાં રસ,ગંધ અને રૂપી ગુણ કર્મની નિર્જરા કરવામાં એટલાં જ સહાયક પણ થઈ શકે છે. પુદ્ગલના સ્પર્શ વગર તેનો અનુભવ કરવાથી જીવને સકામપણે ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયનો પ્રાથમિક અનુભવ થાય છે. ચોથી ઇન્દ્રિયના વધવા સાથે જીવ સંવર તથા નિર્જરા વધારે સ્વાધીનપણે કરતો થાય છે; નિમિત્ત સાથેની તેની પરતંત્રતા ઘટતી જાય છે. જેમ જેમ તેની આ પરતંત્રતા ઘટતી જાય છે તેમ તેમ તેને સંજ્ઞારૂપી મનોયોગની ખીલવણી શરૂ થતી જાય છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ (ચક્ષુ), આ ચાર સાધનો દ્વારા જીવ પુરુષનાં શુભ નિમિત્તને ઓળખવાની શક્તિ મેળવે છે. જે ઇન્દ્રિય દ્વારા એ સપુરુષનાં શુભ નિમિત્તને ઓળખે છે, તેના અનુસંધાનમાં એ જીવની ભાવિ ગતિ નક્કી થાય છે. જેટલી ઊંચી ઇન્દ્રિય દ્વારા એને પુરુષની ઓળખ થાય છે, તેટલો જલદી તે જીવ આગળની પ્રગતિ સાધી શકે છે. ઉદા.ત. ચક્ષુ દ્વારા શ્રી સત્પરુષનાં શુભ નિમિત્તને ઓળખનાર જીવે પ્રાથમિક રીતે સંજ્ઞાનો ઉપયોગ કરવો પડે છે, કેમકે તેમાં પુદ્ગલનો સીધો સંપર્ક નથી. આ ઓળખ મેળવવા માટે જીવે મિથ્યાત્વ, અવિરતિ તથા પ્રમાદને અંશે મંદ કરવા પડે છે. આ સપુરુષાર્થથી જીવ નિમિત્તને આધીન થઈ, સ્વભાવમાં રહી પ્રગતિ કરે છે. જીવને પાંચમી અને છેલ્લી ઇન્દ્રિય મળે છે તે “કન્દ્રિય' છે. કાન દ્વારા જીવે આંખ કરતાં સૂક્ષ્મ અને દૂરથી પુદ્ગલને ઓળખવાં પડે છે. એટલે કાનથી ઓળખવા માટે જીવને વિશેષ સંજ્ઞાની જરૂર પડે છે. કાન આવવાથી, જીવને સંજ્ઞીપંચેન્દ્રિયનું નિમિત્ત, કાળ, પુગલના સર્વ ગુણો, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાયતા મળે છે. ૨૦)
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy