SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ અનુભવને આધારે શ્રી પ્રભુને સાથ આપવા ખૂબ ખૂબ પ્રાર્થના તથા વિનંતિ કરતી ગઈ. આમ કરતાં પર્યુષણનો આગલો દિવસ આવી ગયો, પણ કંઈ સલ્ફળ જણાયું નહિ. તે દિવસે રાત્રે પ્રભુને પ્રાર્થના કરતાં કરતાં શાંત થઈ ગઈ. અડધી રાત્રે બે પાંખ સહિતના સફેદ વસ્ત્રધારી એક દેવી વ્યક્તિએ દર્શન આપ્યા, અને મારી મુંઝવણ વિશે પૂછયું. મેં મને નડતી પ્રશ્નોત્તર બાબતની અશક્તિ જણાવી, તે જ ક્ષણે તેમણે કહ્યું, “તું ઇ. સ. ૧૯૬૩ની સાલથી માનતુંગાચાર્ય રચિત ભક્તામર સ્તોત્ર કરે છે, તો તને તેમાંની પ્રભુનો મહિમા વર્ણવતી નવ કડીઓનો રહસ્યાર્થ ખબર છે ?” મેં તેમને વિનયપૂર્વક ના કહી, કેમકે મને વાચ્યાર્થની ખબર હતી પરંતુ તેનો ગૂઢાર્થ મારાથી ગુપ્ત હતો. તત્કાલ તેમણે “જે કોપ્યો છે ભમણગણના ગુંજવાથી અતિશે...' કડીનો ગૂઢાર્થ સમજાવ્યો. પછી જણાવ્યું કે આ રીતે બાકીની આઠ કડીઓનું રહસ્ય મેળવવું એ તારા માટે પર્યુષણના આઠ દિવસના પ્રશ્ન માટેનો પુરુષાર્થ છે. મેં તેમનો ખૂબ આભાર માન્યો, અને જરૂર પડયે સહાય કરવા વિનંતિ પણ કરી. તત્કાલ પછીની કડીનું રહસ્ય મેળવવાનો પુરુષાર્થ આદર્યો. પરંતુ પર્યુષણના પહેલા દિવસની સાંજ સુધી કોઈ ઉકેલ મળ્યો નહિ. સાંજે જમ્યા પછી અમે દેરાસર ગયા. ત્યાં સફળતા અપાવવા પ્રભુને વિનવતી હતી. પ્રાર્થના કરતાં કરતાં હું શાંત થઈ ગઈ. એટલામાં આગલા દિવસવાળી દિવ્ય વ્યક્તિએ ફરીથી દર્શન આપ્યા. અને એ કડીનો ખુલાસો કર્યો. આ અનુભવથી એવી દઢતા થઈ કે અરિહંતપ્રભુની સ્તુતિ જો ખૂબ ઉત્કૃષ્ટપણે કરવામાં આવે તો કોઈપણ પ્રશ્નનો ઉકેલ મળે અને સમાધાન મળી જ જાય. પરિણામે મારી પ્રાર્થના ઘેરી તથા ઊંડી થતી ગઈ, અને રોજેરોજ એક એક કડીનો ગૂઢાર્થ મળતો ગયો. સંવત્સરીના દિવસ સુધીમાં નવે નવ કડીના પરમાર્થ પ્રભુકૃપાથી સમજાઈ જતાં ખૂબ ખૂબ આનંદ વર્યો. તે રાત્રે પ્રભુજીએ મને જણાવ્યું કે આખું ભક્તામર સ્તોત્ર આવા રહસ્યોથી ભરપૂર છે, માટે તે મેળવવા પ્રયત્ન કરજે. રીત મને આવડી ગઈ હતી. તેથી રોજે એક બે કડીના રહસ્યો મળતાં ગયાં, અને આખા ભક્તામરની ઊંડાણભરી XX
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy