SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાક્કથન હતા. રસોઈ કરતાં અગ્નિકાય જીવોનો ઉપકાર મનમાં વસવાથી તેમના માટેનો કલ્યાણભાવ ઉમટતો. એ જ રીતે રાત્રે લેખન, વાંચન આદિ પ્રવૃત્તિ કરતી વખતે લાઈટના તેજસ્કાય જીવોનો આભાર માનતાં માનતાં તેમનાં કલ્યાણનું વેદન સાકાર થતું હતું. શ્વાસોશ્વાસ આદિના કારણે વાયુનો તો સતત ઉપયોગ રહેતો હોવાથી તેમનો આભાર માનવાની વૃત્તિ તેમના કલ્યાણભાવના વેદનમાં સમાતી હતી. અને ખોરાક બનાવવાની તથા આરોગવાની પ્રવૃત્તિમાં વનસ્પતિકાય તરફથી જે મારા ૫૨ ઉપકાર થતો હતો તે કેમ ભૂલું? આહાર તો શરીરમાં જઈ જીવનને ચાલુ રાખવામાં ખૂબ બળવાન નિમિત્ત હોવાથી તેમના પ્રતિની કલ્યાણભાવના એવી જ ઉત્કૃષ્ટતાથી વર્તવા લાગી હતી. આ પાંચે પ્રકારના એકેંદ્રિય જીવો બેથી ચાર ઇન્દ્રિયવાળાં અસંજ્ઞી જીવોને પણ ઉપકારી છે તથા તે વિકલેંદ્રિયો એકબીજાને પણ તેવાં જ ઉપકારી છે તેવી સભાનતા આવતાં તેઓ બધાં માટેનો કલ્યાણભાવ પણ વિકસતો ગયો. સાથે સાથે જે જે સંજ્ઞીપંચેન્દ્રિય જીવો સંપર્કમાં આવતા ગયા તેઓ તથા તેના સંબંધિત જીવો માટે પણ ખૂબ શુભભાવ વધવા લાગ્યા. જેમની સાથે શુભનો ઉદય હોય તેમના માટે એવા ભાવ આવતા કે તેઓ બધા ભગવાને બતાવેલા સુખના માર્ગે ચાલી, કલ્યાણ પામે. અને જેમની સાથે અશુભ ઉદયો વર્તાય તેમના માટે એવા ભાવ વેદાતા કે પ્રભુ! અશુભનું વેદન કરવું પડે તેવાં કર્મો આ જીવ સંબંધી મેં કેમ બાંધ્યા ? અમને આવા અશુભના ઉદયોથી છોડાવી, સહુને કલ્યાણકાર્યમાં ત્વરાથી જોડી દ્યો, કે જેથી આખું જગત તમારા શરણમાં આવી, સ્વકલ્યાણને પ્રાધાન્ય આપી સર્તન કરતાં શીખી જાય. આમ સર્વ જીવો માટે કલ્યાણભાવ તથા શુભભાવ સતત વધતા જતા હતા. તેમાં જો ક્યારેક કોઈ પ્રતિ વિભાવ ઉત્પન્ન થાય તો તરત જ કૃપાળુદેવ તરફથી મને એવો ઠપકો મળતો કે ફરીથી એવી ભૂલ કરવાની હિંમત કદી થાય જ નહિ. આ ઉપરાંત નિયમિતપણે કરવા યોગ્ય કર્તવ્યમાં કંઈ ચૂક થાય, પ્રમાદ થાય તો શિક્ષા સાથે ઠપકો મળતો હતો. શ્રી કૃપાળુદેવ તરફથી આ રીતે મળતા સતત xiii
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy