________________
કેવળી પ્રભુનો સાથ
ણમો સિધ્ધાણં હે સિદ્ધ ભગવાન! તમને અમે ખૂબ ભક્તિભાવથી વંદન કરીએ છીએ. અમે આપને અમારી મુખપટ્ટીનું રક્ષણ કરવા વિનંતિ કરીએ છીએ. અમારી આંખ સહિત પાંચે ઇન્દ્રિયોનું રક્ષણ કરી, તેની તેજસ્વીતા વધારો. એ તેજસ્વી ઇન્દ્રિયોનો ઉપયોગ અમે સર્વ કર્મથી મુક્ત થવાના પુરુષાર્થમાં કરીએ એવી કૃપા કરશો. આપ પ્રભુ સર્વ ઇન્દ્રિયોની પૂર્ણતા પામી, આઠે કર્મથી સર્વથા મુક્ત થઈ સિદ્ધભૂમિમાં બિરાજમાન થયા છો. સિદ્ધ થતી વખતના આપે વહેતા મૂકેલા સિધ્ધનાં પરમાણુઓ અને ગ્રહણ કરી, પૂર્ણ શુધ્ધ થવાના અમારા પુરુષાર્થને ઉગ્ર તથા પ્રમાદરહિત કરી શકીએ એવી ભાવના ભાવી વંદન કરીએ છીએ.
ણમો આયરિયાણ હે આચાર્યજી! તમને અમે ભક્તિ સહિત વંદન કરીએ છીએ. શ્રી જિનપ્રભુ પ્રણીત શુધ્ધ આત્મધર્મને તમે પ્રમાદ રહિત બની, તેમની આજ્ઞાએ ચાલી, આચરી રહ્યા છો, અને એ દ્વારા જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી ઉત્તમતાએ કરવા તમે પ્રયત્નવાન બન્યા છો. આપના આ પ્રત્યક્ષ પુરુષાર્થને ઇચ્છી, અમે અમારાં હૃદય, પેટ અને પીઠનું રક્ષણ કરવા આપને વિનંતિ કરીએ છીએ. અમે આપે સેવેલા કલ્યાણભાવનાં પરમાણુઓ આજ્ઞાપૂર્વક ગ્રહણ કરી, પ્રમાદરહિત બની અમારાં અંતરાય કર્મ તથા મોહનીય કર્મને ક્ષીણ કરવા તમારા જેવા પુરુષાથી બનીએ એવી ભાવના ભાવીએ છીએ.
સમો ઉવન્ઝાયાણં હે ઉપાધ્યાયજી! તમને ભક્તિસભર ભાવથી વંદન કરીએ છીએ. શ્રી જિનેશ્વર પ્રભુ પ્રરૂપિત, અને આચાર્યજીએ આચરેલા શુધ્ધ આત્મધર્મને તમે સમજીને પાળી રહ્યા છો, અને અન્યને વિશદતાથી સમજાવી પાળવા બોધી રહ્યા છો. પ્રમાદ રહિત બની,
દ