SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંતનો મહિમા શ્રી પ્રભુમાં પ્રગટ થતી જાય છે, અને આ જ જન્મમાં એ શક્તિ પૂર્ણ રૂપ ધારણ કરવાની છે. વળી લક્ષ્મી એ ઉચ્ચ ગોત્ર તથા ફળનું સૂચવન કરે છે. તીર્થંકર પ્રભુ કદી પણ નીચ કૂળમાં જન્મતા નથી. તેથી લક્ષ્મી પ્રભુ પાસે સરળતા સાથે રહી તેમની સેવા કરે છે. સંસારમાં લક્ષ્મી એટલે ધન અને પરમાર્થમાં લક્ષ્મી એટલે કેવળલક્ષ્મી – કેવળજ્ઞાન. કેવળલક્ષ્મીને મેળવનાર શ્રી પ્રભુનાં શરણે આરાધના કરવાથી મોક્ષલક્ષ્મીને જીવ સહેલાઈથી મેળવી શકે છે, એ તથ્યનું સભાનપણું લક્ષ્મીનાં દર્શન કરવાથી આવે છે. આ અપેક્ષાનો વિચાર કરવાથી ગુરુનાં શરણનું અને ગુરુભક્તિનું અભુત મહાભ્ય આપણને સમજાય છે. શ્રી તીર્થપતિનાં શરણે જઈ પુરુષાર્થ કરવાથી કેવળલક્ષ્મી મેળવવી સુલભ છે તે જણાવતાં બીજાં બે ચિહ્નો લક્ષ્મીના બીજા બે હાથમાં હોય છે. વળી, લક્ષ્મીના ચાર હાથ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ બતાવે છે. આવા ગૂઢાર્થનો લક્ષ થવાથી માતા પોતાનાં બાળકનું ઉત્તમ ભાવિ જાણી શકે છે. પાંચમું સ્વપ્ન ફૂલની બે માળા ચૌદમાંના એક સ્વપ્નમાં જિનપ્રભુના માતા બે ફૂલની માળાનાં દર્શન કરે છે. આ માળા ઉત્તમ પ્રકારનાં મોતીમાંથી બનેલી હોય છે, અને દૂરથી જોતાં બીડાયેલું ફૂલ હોય એવો આકાર પ્રત્યેક મોતી ધરાવતું હોય છે. પ્રત્યેક માળામાં ૧૦૮ મોતી હોય છે જે પંચપરમેષ્ટિ ભગવંતના ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચ પરમેષ્ટિના કલ્યાણભાવને એકત્રિત કરી, એક સૂત્રે ગૂંથી તેના સરવાળારૂપનો કલ્યાણભાવ આ બાળક ભાવિમાં પ્રસારિત કરશે એવો ગર્ભિત ધ્વનિ તેમાંથી સંભળાય છે. આ માળા મુખ્યતાએ જોડકામાં યુગલરૂપે હોય છે. તેનું સંભવિત કારણ એ સમજાય છે કે શ્રી પ્રભુએ આવી ઉત્તમ પદવી મેળવી સર્વ પંચપરમેષ્ટિના કલ્યાણભાવને એકત્રિત કરી જગતજીવોને ભેટ આપવાની શક્તિ મેળવવાનું વરદાન બે ભવ પહેલાં મેળવ્યું છે. અને તે વરદાનને સફળ કરે તેવા ભાવનું ઘૂંટણ અને પરમેષ્ટિના ગુણોને એકબીજામાં સમરસ કરતા જવાનું કાર્ય તેઓ તે વરદાન મળ્યું (નામકર્મ નિકાચીત
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy