SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ થશે તેની આગાહી કરી શકે છે. તેને કેટલીક એવી ઔષધિઓની પરખ આવે છે કે જે અમુક રોગથી નિવૃત્તિ અપાવી શકે. પોતાના શૌચમય ભાવને કારણે તેને સામાન્યપણે જ્ઞાનીભગવંતની ઓળખાણ પડે છે, અને તે તેમના ચરણ ચૂમવાની ઇચ્છા ધરાવે છે. આ પ્રકારની ઋદ્ધિ સામાન્ય રીતે દેવલોકના વૃષભને મળતી હોય છે. વૃષભનાં દર્શનથી એ સૂચવાય છે કે ગર્ભમાનું બાળક પણ ભાવિમાં ખૂબ જ ત્યાગવૃત્તિ ધારણ કરી કર્મોનો ક્ષય કરી તદ્ભવ મોક્ષપ્રાપ્તિ કરશે. તિર્યંચ જે ત્વરાથી પોતાનું કાર્ય કરે છે તેનાથી અનેકગણી ત્વરાથી તીર્થપતિ પોતાનું કાર્ય કરશે અને સર્વ ઇચ્છુક તિર્યંચને તરવાનું નિમિત્ત આપશે. એમાંથી તે વૃષભની ત્વરિત મોક્ષસિદ્ધિ સૂચવાય છે. દરેક તીર્થપતિને પૂર્વકાળમાં કોઈ ને કોઈ વૃષભના જીવ સાથે શુભ સંબંધ વર્તતો હોય છે. વધતા જતા આવા શુભ સંબંધના અનુસંધાનમાં પ્રભુનો જીવ એને તારવાનું વચન આપે છે. આવો શુભ ઋણાનુબંધ ઉદયમાં આવતાં પ્રભુ તેના તારક બની તેને માર્ગદર્શન આપે છે, અને તે જીવ પુરુષાર્થ આદરી, મનુષ્ય જન્મમાં પૂર્ણ કાર્યસિદ્ધિ કરવા ભાગ્યશાળી થાય છે. હાથી અને વૃષભ એ એવા પ્રકારનાં તિર્યંચ છે કે જેમને છૂટવા માટે તીર્થપતિનું નિમિત્ત ખૂબ ઉપકારી થાય છે. ત્રીજું સ્વપ્ન સિંહ સિંહ વનનો રાજા તથા વનકેસરી કહેવાય છે. સિંહ વનમાં એકલો એકચક્રી રાજા બની, સર્વ પ્રાણીઓ પર સત્તા ચલાવી વનકેસરી તરીકે પૂજાય છે. પ્રભુનાં માતા જ્યારે આવા સિંહના દર્શન કરે છે ત્યારે તેમને પોતાનાં બાળકના ઉત્તમ ભાવિનો લક્ષ થાય છે કે ભાવિમાં આ બાળક વનકેસરીની જેમ પૂજાશે. - સિંહ એ તિર્યચોમાં બહુ બળવાન તથા શૂરવીર પ્રાણી ગણાય છે. તેથી તે ભયરહિત બનીને, વનમાં, જ્યાં અન્ય પ્રાણીઓ ભયભીત બનીને રહે છે ત્યાં રાજવી ४४
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy