SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ આણાએ ધમ્મો, આણાએ તવો જીવનનો ત્રીજો તબક્કો પૂરો થયો અને વ્યવહારની સુવિધાના ઉદયવાળો ચોથો તબક્કો શરૂ થયો. સં. ૧૯૫૧ સુધીના વિપરીત ઉદયોમાં પણ પુરુષોએ જણાવેલા આજ્ઞાના માર્ગે જ તેઓ ચાલ્યા હતા. આજ્ઞારૂપી સુદર્શનચક્ર તેમના આત્માને આશ્રવથી બચાવી, સંવર તથા નિર્જરાની નિશ્રામાં મૂકતું હતું. તેમનું મુખ્ય ધ્યેય હતું “આણાએ ધમ્મો, આણાએ તવો.' સં. ૧૯૫ર થી વ્યવહારિક ઉપાધિઓ નરમ પડી, નિવૃત્તિ લઈ શકાય એવા કાળની શરૂઆત થઈ. તેથી આ સાલથી વર્ષનો મોટો ભાગ નિવૃત્તિ અર્થે ગુજરાતનાં નાનાં ગામોમાં રહી તેમણે ત્યાગી જીવનનો મહાવરો શરૂ કર્યો હતો. બાહ્યથી કડક નિયમોનું પાલન કરી પોતાની સર્વ વૃત્તિઓ સ્વાત્મામાં એકાગ્ર કરતા ગયા. તેઓ દિવસનો મોટો ભાગ ગ્રંથવાંચન, મનન, સ્વરૂપાનુભૂતિ આદિમાં પસાર કરતા હતા, આમ તેઓ ખૂબ સંયમિત જીવન જીવવા લાગ્યા. આ સંયમિત જીવનનાં પરિણામે લાધેલી આત્મદશા તેમણે ચૈત્ર સુદ તેરસ ૧૯પરના રોજ (આંક ૬૮૦) વર્ણવી છે, – “જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે ........ હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે .. અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” સં. ૧૯૫૩માં તેમની આત્મદશા વિશેષ ઉત્કૃષ્ટ થાય છે, તેમનું આજ્ઞાધીનપણું વધે છે અને અપૂર્વ અવસર' જેવી શકવર્તી કૃતિમાં એ જ આજ્ઞાનું મહાત્મ બતાવી પોતાની આજ્ઞાધીનતા સ્પષ્ટ કરી છે, – “પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” આ વર્ષના પત્રોમાં તેમનું અંગત સ્થિતિસૂચક લખાણ ભાગ્યે જ જોવા મળે છે, અને જે કંઈ મળે છે તે નિસ્પૃહભાવથી, અલિપ્તપણે લખાયું હોય તેવી છાપ આપણા ૪૨૧
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy