SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ આણાએ ધમ્મો, આણાએ તવો ગુણો વિશેષતાએ ખીલતા ગયા હતા. તેમના આત્માની પવિત્રતા દિનપ્રતિદિન વધતી જતી હતી. અને રાયચંદભાઈ તરીકેના જન્મ પછીના જ મનુષ્ય જન્મમાં નાની વયે કેવળજ્ઞાન અપાવે તેવી “કેવળ લગભગ ભૂમિકાને પ્રાપ્ત કરીને તેમણે દેહત્યાગ કર્યો હતો. આવો ત્વરિત અને અદ્ભુત આત્મવિકાસ થવા માટે તેમણે ધર્મનું ક્યું જમાપાસું આરાધ્યું હતું, તેની સમજણ મળતાં આપણને પણ ટૂંકા ગાળે ઘણી કર્મકટિ કરી, ત્વરાથી મોક્ષસુખ લેવાને પુરુષાર્થ કરવા ઘણો ઘણો ઉત્સાહ મળી શકે તેમ છે. - કૃપાળુદેવનું જીવન ચાર તબક્કામાં વહેંચાયેલું હતું. (૧) સં. ૧૯૨૪ થી સં. ૧૯૪૦ – મંથનકાળ. (૨) સં. ૧૯૪૧ થી ૧૯૪૬ - વીતરાગ માર્ગનું દઢ શ્રદ્ધાન. (૩) સં. ૧૯૪૭ થી ૧૯૫૧ – શુધ્ધ સમકિતની પ્રાપ્તિ અને સંસારનાં વિવિધ વિહ્નો વચ્ચે પણ કરેલો આત્મવિકાસ. (૪) સં. ૧૯૫૨ થી ૧૯૫૭ – વિપ્નોની હળવાશ, જ્ઞાનાવરણાદિનો બળવાન ક્ષયોપશમ. કેવળલગભગ ભૂમિકા. તેમનાં જીવનનો પહેલો વિભાગ જન્મથી લગભગ સોળ વર્ષની ઉમર સુધીનો કહી શકાય. સાત વર્ષ જેવી નાની વયમાં પણ તેમનામાં તીવ્ર સ્મરણ શક્તિ, શાંતિપ્રિયતા, વસ્ત્રાદિની નિસ્પૃહતા, સરળ વાત્સલ્યતા, બાળસુલભ રમતોની પ્રિયતા, રમતોમાં વિજય મેળવવાની, રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવી તેને લગતાં વિવિધ સુખો ભોગવવાની ઇચ્છા વગેરે લક્ષણો જોવા મળતાં હતાં, તે વયમાં તેમનાં વાસ્તવિક જીવનમાં તેમને વિશેષ નિસ્પૃહતા રહી હતી અને કલ્પનાનાં જીવનમાં તેમની સસ્પૃહતા દેખા દેતી હતી. સાત વર્ષની વયે, વવાણિયામાં રહેતા શ્રી અમીચંદભાઈના સસા થયેલા અવસાનના નિમિત્તથી તેમને જાતિસ્મરણજ્ઞાનની શરૂઆત થઈ હતી. આ જ્ઞાનના પ્રભાવથી તેમનો સંસારનો વૈરાગ જનમ્યો અને ક્રમે કરીને વધતો ગયો. આ વયમાં પોતામાં ખીલેલા ગુણો માટે તેમણે ‘સમુચ્ચય વયચર્યા” માં નોંધ્યું છે કે, – “તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહોતો. એટલે ઉપાધિ બહુ ઓછી હતી ...... વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો .... તે વેળા પ્રીતિ-સરળ ૩૯૭
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy