SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ આણાએ ધમ્મો, આણાએ તવો કે તેના ભાવ અને શબ્દો એકરૂપતાવાળા હોતા નથી, બંને વચ્ચે ફેરફાર અથવા તો અસમાનતા સહેલાઈથી નજરે ચડે તેવાં હોય છે. વળી, જ્ઞાન કે પદાર્થના દાતા એવા સંસારી જીવમાં દાન આપતી વખતે માનનો કષાય ભળેલો હોય છે, ઘણીવાર તેનામાં યાચક પ્રતિ તુચ્છતાનો ભાવ પણ સમાયેલો હોય છે. એટલું જ નહિ, પણ અન્ય કોઈ પોતા કરતાં ઊંચો થઈ જશે તો! એવી ભાવનાની દહેશત પણ તેને સતત સતાવતી હોય છે, જેને લીધે તેને અન્ય સર્વ કષાયો પણ ઉપ્ત થયા કરતા હોય છે. અપવાદરૂપે જો કોઈ સંસારી જીવ શુધ્ધભાવથી જ્ઞાન કે પદાર્થની યાચના કે માગણી કરે તો તેના પ્રતિભાવમાં દાતા પણ એવા જ શુદ્ધભાવથી દાન કરે એવું સંભવિત થાય છે. પણ આવી પ્રક્રિયા તો સંસારમાં ભાગ્યે જ જોવા કે અનુભવવા મળે છે. પરમાર્થમાં દાતાદાનની પ્રક્રિયા સંસારી પ્રક્રિયાથી ઘણી જુદી હોય છે. તે પ્રક્રિયામાં એકધારો કલ્યાણભાવ સમાયેલો હોય છે. લેનાર અને દેનાર બંને કલ્યાણભાવથી ભરિત બને ત્યારે જ પરમાર્થમાર્ગની સાચી શોભા પ્રગટ થાય છે. આ માર્ગમાં જીવને છદ્મસ્થ અવસ્થામાં જ “સહુને આજ્ઞામાર્ગરૂપ સન્માર્ગની પ્રાપ્તિ થાઓ, સહુનું કલ્યાણ થાઓ, સહુને સર્વશપણું આવો વગેરે ભાવનું ઘૂંટણ તેના ગુરુના પ્રભાવથી થતું હોય છે. જીવનું આ ઘૂંટણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તેને તેના ગુરુ તરફથી વધારે સ્પષ્ટતાથી રહસ્યમય માર્ગદર્શન મળતું જાય છે. માર્ગનાં રહસ્યોની જાણકારી તેની પાસે વધતી જાય છે. જેનાં પરિણામે તેનો ગુરુ માટેનો પૂજ્યભાવ અને અહોભાવ બેવડાતો જાય છે કેમકે તેને ગુરુ પૂરા નિસ્પૃહભાવથી જ્ઞાનદાન અને પ્રેમ આપે છે તેવી અનુભૂતિ વારંવાર થયા કરતી હોય છે. વળી, જ્યાં સુધી આવી ભાવનાનું ઘૂંટણ અમુક માત્રામાં થતું નથી ત્યાં સુધી તેનામાં માર્ગનું જાણપણું યથાર્થતાએ ખીલતું નથી, તેનું જ્ઞાનાવરણ અને તેના અનુસંધાનમાં તેનું દર્શનાવરણ પ્રમાણમાં ભારે રહ્યા કરે છે. એટલે વિશેષ જાણકારી મેળવવા તથા શ્રી ગુરુનાં લીધેલાં ઋણની ચૂકવણી કરવા તે જીવ પોતાના અનુગામીને ખૂબ નિસ્પૃહભાવથી દાન આપવા તલસતાં શીખે છે. આ જાતની ભાવનાના ઘૂંટણના કારણે છદ્મસ્થ દશામાં તેને સતત પજવતા કષાયો શાંત થતા જાય છે, તે સહજતાએ અકષાયી બનતો ૩૮૧
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy