SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ આણાએ ધમ્મો, આણાએ તવો જીવની કર્મની નિર્જરા અનંતગમે થાય છે. અને તેની આત્મવિશુદ્ધિ ઉત્તરોત્તર વધતી જાય અને સર્વોત્તમ બને ત્યારે પૂર્ણતા પ્રગટ થાય છે. આ સર્વ પ્રકારનાં તપનું સાર્થક્ય તથા સાફલ્ય ત્યારે જ અનુભવાય છે કે જ્યારે તે તપ શ્રી પ્રભુની અને સદ્ગુરુની આજ્ઞાપૂર્વક, તેમની યથાયોગ્ય દોરવણી નીચે કરવામાં આવે છે. આજ્ઞારહિતપણે સ્વચ્છંદે આચરેલાં તપમાં જીવથી અનેક દોષ થયા વિના રહેતા નથી, અને સાથે સાથે તે જીવમાં માનકષાય વધવાનો ભય સતત રહે છે, પરિણામે સ્વચ્છંદે કરેલા તપનાં અનુસંધાનમાં જીવ મોટેભાગે કર્મકટિને બદલે કર્મવૃદ્ધિ કરી નાખે છે. આથી તો શ્રી પ્રભુએ જણાવ્યું છે કે ‘આણાએ તવો' – આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આ બધાં તપનો અભ્યાસ કરતાં સમજાય છે કે, જે જીવ પોતાના સદ્ગુરુ, અને સમ્યક્ માર્ગદર્શકની ઇચ્છાનુસાર પોતાનાં વર્તન અને ભાવનું ઘડતર કરે છે તે આ બારે પ્રકારનાં તપનું ઉત્તમતાએ આરાધન કરી શકે છે. શ્રી સદ્ગુરુની આજ્ઞાએ ચાલનારો જીવ નિજછંદનો – સ્વચ્છંદનો ત્યાગ કરે છે. પોતાની મતિથી નક્કી કરેલી માન્યતા, ઇચ્છા આદિનો ત્યાગ કરી, સરવાળે જે પોતાને કલ્યાણરૂપ છે, પોતાને કલ્યાણસભર બનાવે છે તેવા સદ્ગુરુની ઇચ્છા અને રીત પ્રમાણે ચાલવાનું તે જીવ સ્વીકારે છે. આમ કરવાથી, પોતાનો ભાર સ્વમતિકલ્પના ત્યાગી સદ્ગુરુને સોંપવાથી તેનાં કર્મબંધનાં મુખ્યકારણરૂપ ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો નબળા પડતા જાય છે, શાંત થતા જાય છે. આને લીધે તેનો કર્માશ્રવ ઘટતો જાય છે; નિર્જરા વધતી જાય છે અને અંતમાં તેનાં સર્વ કર્મો ક્ષીણ થઈ તેને સર્વજ્ઞપણું બક્ષે છે. આ રીતે સદ્ગુરુની આજ્ઞાએ ચાલવાથી જીવની પાંચે ઈન્દ્રિયો સહેલાઈથી વશ થતી જાય છે. પાંચેમાં રસનાને વશ કરવી કઠણ છે, રસના વશ થાય તો અન્ય ચારે ઈન્દ્રિયો જલદીથી વશમાં આવે છે. આ કારણે બાહ્યતપમાંનાં પહેલાં ચાર તપ જીહ્વાને વશ કરવા માટે કહયાં છે. અને બાકીનાં બે તપ અન્ય ચાર ઈન્દ્રિયોને વશ કરવા માટે છે. તે છએ બાહ્યતપ આંતરતપને પુષ્ટિ આપનારાં છે. છએ આંતરતપ ૩૪૩
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy