SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ આણાએ ધમ્મો, આણાએ તવો પરમાણુઓને મુખથી ગ્રહણ કરવા પડે છે અને તે આહાર અન્નનળી દ્વારા જઠરમાં પહોંચી પોતાનો પ્રભાવ જીવ પર ચલાવતો રહે છે. આમ રસનાના વિષયને શરીરના અંદરના ભાગ સુધી સંબંધ હોવાથી, તે ઈન્દ્રિય પર સંયમ લેવો જીવને વધારે કઠિન થતો હોવાની સંભાવના આપણને લાગે છે. નિર્દોષ એકાંતસ્થાનમાં પ્રમાદરહિત બની, સૂવા બેસવાની પ્રવૃત્તિમાં પણ ધર્મભાવના સાચવવી, તેને વિવિકત શય્યાસન કહે છે. જીવ જ્યારે સમૂહમાં હોય છે ત્યારે તેની વૃત્તિ ડહોળાવાનો અવકાશ વધારે રહે છે, અન્ય જીવોના ભાવોની અસર પણ તેના પર પડયા કરે છે, અને તે અસરથી મુક્ત થવા જીવે વિશેષ પુરુષાર્થ પણ કરવો પડે છે, જે તેનાં ધર્મારાધનમાં વિઘ્નરૂપ થઈ શકે. સર્વ જ્ઞાનીઓનો અભિપ્રાય છે કે એકાંતમાં જેટલો સંસારક્ષય થઈ શકે છે તેનો સોમો હિસ્સો પણ સમૂહમાં રહીને ક્ષય કરી શકાતો નથી. અલબત્ત, તે માટેની આંતરિક પાત્રતા તો અનિવાર્ય છે જ. તેથી ઉપરના હેતુથી એકાંતવાસને આત્મસાધન માટે એક ઉપયોગી તપ કહ્યું છે. બાહ્યતાનો છેલ્લો પ્રકાર છે કાયકલેશ. સાધક આરાધન કરે ત્યારે પૂર્વ કર્મને કારણે તેને અનેક પ્રકારની શારીરિક પીડા કે ઉપદ્રવનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં આરાધનનો ત્યાગ ન કરતાં, શારીરિક પીડા કે ક્લેશને ગણકાર્યા વિના ઉત્તમતાએ તેની વર્ધમાનતા કરતા જવી તે કાયક્લેશ તપ કહેવાય છે. આ તપમાં શરીરને ઇચ્છાપૂર્વક કષ્ટ પહોંચાડવાનું નથી, પરંતુ કર્મવશાત્ જો પીડા આવી પડે તો પણ આત્માનાં આરાધનમાં શિથિલ ન થવું, પીડાની અવગણના કરીને આરાધન કરતાં રહેવું એવી સમજણ સમાયેલી છે. આરાધનમાં ચલિત થયા વિના આત્માને ઉપયોગી એવા તપને આરાધતાં જવું તે કાયક્લેશ તપ છે. આમ પ્રત્યેક બાહ્યતા શરીર સાથે સંબંધ ધરાવે છે, શરીરની શાતા અશાતાના ભાવથી પર બની વર્તવાથી બાહ્યતા સધાય છે. મનને વશ કરવા માટે આ તપ ખૂબ સહાયકારી છે. તેથી શ્રી પ્રભુએ આંતરતપની સાથોસાથ આ તપની પણ જરૂરિયાત આપણને બતાવી છે. ૩૩૭
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy