SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ “શરીર પ્રત્યે અશાતાનું મુખ્યપણું ઉદયમાન વર્તે છે.” (અષાડ વદ ૯, ૧૯૫૬. આંક ૯૪૦). આમ દિવસે દિવસે તેમની માંદગી વધતી ગઈ, શરીર ઘસાતું ગયું. તેમ છતાં ચિત્તપ્રસન્નતા અને અંતરાનંદ વધતાં ગયાં હતાં. વિ. સં. ૧૯૫૭માં સારવાર અર્થે તેમને મુંબઈ, વઢવાણ, રાજકોટ વગેરે સ્થળોએ રાખવામાં આવ્યા હતા. પરંતુ કોઈ જગ્યાએ સુધારો નોંધાયો ન હતો. દેહની નાદુરસ્તી વધતી જતી હતી, પણ તેની તેમને દરકાર ન હતી. તેઓ દેહને પિંજર ગણી, આત્મામાં જ આનંદવૃત્તિ સેવતા હતા. સૂત્રોનાં વાંચન, મનન, નિદિધ્યાસન આદિ ચાલુ જ હતાં. તેનાથી નીપજતા આનંદની ઝલક સદાય તેમનાં મુખપર છવાયેલી દેખાતી હતી. તેમની વીતરાગતા આ વર્ષમાં ખૂબ વધી હતી. સં. ૧૯૫૭માં તેઓ અમદાવાદ આવ્યા તે વખતે મુનિઓ પણ ચાતુર્માસ પૂરાં કરી ત્યાં આવ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી મહારાજ અને દેવકરણજી મુનિને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, “અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહિ.” (રાજચંદ્ર જીવનકળા પૃ ૨૧૬). આ સાંભળીને મુનિઓને ખૂબ આનંદ થયો હતો કે તેમને શ્રીમના સ્વમુખેથી પોતાની દશાનો એકરાર જાણવા મળ્યો હતો. “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચીત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” (ફાગણ વદ ૩, ૧૯૫૭, આંક ૯૫૧) આ વચનોમાં કૃપાળુદેવે પોતાનાં જીવનનું સરવૈયુ પ્રગટ કરી દીધું છે. અહીં તેમણે વીતરાગતા પ્રગટાવવા માટે કરેલો પુરુષાર્થ અને પરિણામ બંને સમભાવથી વ્યક્ત કરી દીધાં છે. તેમનામાં વિકસેલી વીતરાગતાની છાયા તેમણે કરેલાં દસ્કતોમાં પણ જોવા મળે છે. આ વર્ષમાં, આ તબક્કામાં તેઓ પોતાનું નામ લખતાં ભાગ્યે જ જોવા ૩૦૮
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy