SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંતનો મહિમા પામ્યા પછીનો તેમનો કાર્યભેદ અને કક્ષાભેદ સર્જાય છે. જેને લીધે સર્વ કેવળીપ્રભુ ‘અરિહંત’ થતા નથી, પણ સર્વ અરિહંત કેવળીપ્રભુ હોય જ છે. શ્રી કેવળીપ્રભુએ સહુ જીવો સાથેના વેરભાવનો ત્યાગ કર્યો છે, સાથે સાથે અન્ય સહુ જીવોએ પણ તેમનાં પ્રતિનું વેર છોડયું છે, એટલે કે તેઓનો અન્યોન્ય મૈત્રીભાવ પ્રવર્તે છે, જે શ્રી અરિહંત પ્રભુમાં પણ છે. પરંતુ જ્યારે અરિહંત પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં હોય છે ત્યારે તેમણે જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ વેદ્યો હોય છે, તેમાં નિત્યનિગોદના સર્વ જીવો, અભવી જીવો, તથા સિદ્ધાત્મા સહિતના સર્વ સજીવનો વિના અપવાદ સમાવેશ થયો હોય છે. આવા જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ અનેકભવ સુધી ઘૂંટાયા હોવાથી અને તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી આ ભાવ ધ્રુવબંધી થયો હોવાથી, તે ભાવના ફળરૂપે તેમનાં પ્રત્યેક કલ્યાણક વખતે તમામે તમામ જીવો એકબીજા સાથેના વેરભાવનો ત્યાગ કરી એક સમય માટેની શાતા વેઠે છે, અને તેમાં અભવી સહિત કોઈ પણ જીવ બાકાત નથી. શ્રી તીર્થંકર પ્રભુના ભાવની વિશેષતા એ છે કે તેમના કલ્યાણભાવનાં નિમિત્તથી સહુ જીવો પણ એકબીજા સાથેની શત્રુતાનો ત્યાગ એક સમય માટે કરી શકે છે. આવું વે૨રહિતપણું શ્રી કેવળી પ્રભુની બાબતમાં સહુ જીવો એકબીજા સાથે અનુભવતા નથી. તેઓ કેવળી પ્રભુ સાથેના વેરનો ત્યાગ કરી શકે છે, પણ એકબીજા સાથેના વેરનો ઉદય તો યથાવત્ ભોગવતા જ હોય છે, પરિણામે સમસ્ત જીવો શાતાનું વેદન એક સાથે કરવા સદ્ભાગી થતાં નથી. આમ થવાનું મુખ્ય કારણ તેમનો કલ્યાણભાવ અમુક જીવોને સ્પર્શીને અસમાનતાથી વર્તતો હોય છે તે છે, ત્યારે અરિહંત સમાન કક્ષાથી કલ્યાણભાવનું વેદન કરતા હોય છે. આ પ્રક્રિયાભેદ છદ્મસ્થ અવસ્થાનો છે. પૂર્ણ થયા પછી બંનેની વીતરાગતા સમાન કક્ષાની જ રહે છે. પરંતુ છદ્મસ્થ અવસ્થામાં ભવોભવમાં તીર્થંકરે કરેલાં કલ્યાણભાવને કારણે સમસ્ત જીવો એક સમય માટે અન્યોન્ય વેર છોડી શકે છે. તે એક સમયની સંપૂર્ણ વેરનિવૃત્તિનાં અનુસંધાનમાં શ્રી તીર્થંકર પ્રભુ ‘અરિહંત’ તરીકે પણ ઓળખાય છે. આટલી સમજણ મેળવ્યા પછી, આ વિષય ઓળખવો સહેલો બનશે. જેઓ અરિહંત થયા છે, જેમનાં નિમિત્તે જગતનાં સમસ્ત જીવો એક સમય માટે વેરવૃત્તિથી
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy