SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ તેમ છીએ કે ક્ષાયિક સકિત લેતાં પહેલાં જીવને કેવા પ્રકારની તાલાવેલી હોવી જરૂરી છે. કેમકે આ પછીના ટૂંકા ગાળામાં જ તેમણે શુદ્ધ સમકિત મેળવ્યું હતું, અને તેની પ્રાપ્તિની ખાતરી આપતાં વચનો પણ તેમણે તરતમાં જ લખ્યાં હતાં. તેમણે કાર્તિક સુદ ૧૪ના રોજ, તેમના જન્મદિવસના આગલા દિવસે શ્રી સૌભાગભાઈને લખ્યું હતું કે, - - “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે જે સુલભ છે, અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહિ; અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહિ; ‘તુંહિ તુંહિ’ વિના બીજી રટના રહે નહિ; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહિ... આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો પરમાર્થ પ્રકાશવો ત્યાં સુધી નહિ. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી... નિર્વિકલ્પતા તો છે જ; પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય.. મહાન પુરુષોએ કેવી દશા પામીને માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઇશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે.” — - “આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઇચ્છા થતી નથી. આપની ઇચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે... બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઇચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ૨૪૬
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy