SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ “અરેરે! એવા ધર્માત્માનું ટૂંકુ જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિકકાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો! નમસ્કાર હો.” (અષાડ સુદ ૧૦,૧૯૪૬. આંક ૧૧૭). "ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસ સૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નોનું લાંબુ જીવન કાળને પોષાતું નથી. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. આ આત્માનો આ જીવનનો રાહસિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનદૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતો.” (અષાડ સુદિ પુનમ, ૧૯૪૬. આંક ૧૧૮). શ્રી જૂઠાભાઈનો તેમને થયેલો વિયોગ ખૂબ કઠણ લાગ્યો હતો. તે વિયોગનું દુ:ખ દર્શાવતાં ઉપરનાં વચનોમાં અમુક અંશે આર્ત પરિણામ જોવા મળે છે, તેમ છતાં તેમાં વ્યક્તિગત કે દૈહિક વિયોગનું દુઃખ નથી, પણ ધર્મના વિશ્રામરૂપ ઉત્તમ ગુણોનો વિયોગ તેમને ખૂબ પીડાકારી થયો હતો, તે સ્પષ્ટપણે જણાય છે. આ પરથી ધર્મ આરાધનની પ્રવૃત્તિમાં જોઈતા સાથનો વિયોગ કેવો દુઃખદાયી હોય છે તે સમજાય છે. અને એનાથી, ધર્મનું મંગલપણું આત્મામાં જાગે તે પછી તેમાં સાથ આપનારનો વિયોગ થાય તો કેવી ભાવના જાગે તેનું ચિત્ર આપણને મળે છે. જૂઠાભાઈના વિયોગ પછી હૃદય ખોલીને વાતો કરી શકાય એવા સત્પાત્રોની ખામી તેમને ખૂબ વેદાય છે, કેમકે સૌભાગભાઈ આદિનો પરિચય તેમને જૂઠાભાઈના વિયોગ થયા પછી અમુક કાળે થયો હતો. તેમણે શ્રી મનસુખરામ સૂર્યરામને ભાદ્રપદ માસમાં લખ્યું હતું કે, – "જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાય આદિથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું ૨૩૮
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy