SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો; અને ખરે! જો તેમ ન થઈ શક્યું હોત તો તેનાં (આ પત્રલેખકનાં) જીવનનો અંત આવત.” જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાંજ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે, તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.” (વૈશાખ વદ ૧૨, ૧૯૪૬. આંક ૧૧૩). આંતરિક નિર્ગથમાર્ગ ભણી જતી શ્રેણિને તેઓ બાહ્યથી પ્રધાનતા આપી શકતા નથી, તેનું દુ:ખ સમભાવથી સહન કરવાનો તેમનો પુરુષાર્થ અહીં જણાઈ આવે છે. આ રીતે વર્તવાનું કારણ તેમણે રોજનીશીમાં આ પ્રમાણે નોંધ્યું છે, - “ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.” (અષાડ સુદ ૫, ૧૯૪૬. આંક ૧૫૭). સં.૧૯૪૬માં તેઓ પોતાના કાકાજી સસરા રેવાશંકર જગજીવન સાથે ઝવેરાતના ધંધામાં ભાગીદાર તરીકે જોડાયા હતા. આમ સાંસારિક જવાબદારી વધતી હોવા છતાં ઉપરની વિચારણાથી તેમણે જોડાણ સ્વીકાર્યું હતું. ભાગીદારીમાં જોડાતી વખતે તેમણે ભાવના રાખી હતી કે કોઈના પણ દોષ જોવા નહિ, સ્વપ્રશંસા કરવી નહિ, સર્વને પ્રિય થાય એવી વર્તણુંક રાખવા પ્રયત્ન થવું, સત્ય બોલવું, ભૂલ માટે પશ્ચાત્તાપી થવું, અને પોતાની પરમાર્થ શ્રેણિ સાચવવા પૂરા પ્રયત્નો કરતા રહેવા. આ વર્ષથી વધતી સાંસારિક જવાબદારી અને વધતો અંતરંગ વૈરાગ્ય તેમને માટે આંતરિક મોટાં ઘર્ષણનું નિમિત્ત થયાં હતાં. આ વર્ષ સુધીનું તેમનું જીવન વિચારતાં, તેમનામાં ભક્તિમાર્ગમાં થતી પ્રક્રિયાઓ સ્પષ્ટ થાય છે. જીવનમાં વૈરાગ્યને દૃઢ કરનારું સપુરુષ, સત્કર્મ અને સત્સંવ પ્રતિનું તેમનું શ્રદ્ધાન દેઢ થાય છે. સપુરુષ પ્રતિનો તેમનો પ્રેમ નિર્મળ થતો જાય છે. અને ૨૩૬
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy