SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું ૨મી રહ્યા છે. એ માટે કોઈ પણ દર્શનનો આગ્રહ ન સેવતાં, મતમતાંતરથી પર બની, આત્માને ઉજ્જવળ કરવાની એક માત્ર પ્રવૃત્તિમાં તેઓ રમવા માંડયા હતા. આત્મશુદ્ધિ વધારવા માટે કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ રાખવો એ મોટા અંતરાયરૂપ થાય છે; માટે જેણે આત્મદશામાં આગળ વધવું હોય તેણે પોતામાં પ્રવર્તતા દુરાગ્રહોથી મુક્ત થઈ, આત્મલગની વધારતા જવી જોઈએ; એ પ્રકારની સમજણ એમનાં વચનો તથા વર્તન આપણને આપી જાય છે. દુરાગ્રહનો ત્યાગ સમજાવનારા તેમનાં આ વચનો વિચારો — “જૈન સંબંધી આપને કંઇ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી” (કાર્તક સુદ ૭, ૧૯૪૬. આંક ૮૭) “જૈનના આગ્રહથી જ મોક્ષ છે, એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે, મુક્તભાવમાં મોક્ષ છે એમ ધારણા છે.” (અષાડ વદ અમાસ, ૧૯૪૬. આંક ૧૨૦) આ અને આવાં અન્ય વચનો પરથી આપણે સમજી શકીએ છીએ કે તેમને જૈનધર્મની શ્રેષ્ઠતા લાગી હોવા છતાં, તે ધર્મ માટે તેમને પક્ષપાત કે દુરાગ્રહ ન હતાં. તેમની વૃત્તિ આત્માને ઉજ્જવળ કરવા માટે જ પ્રવર્તતી હતી. સં.૧૯૪૬ના કારતક માસમાં લખાયેલાં તેમનાં આ વચનો આપણને તેમની ધર્મશ્રદ્ધાની ઝાંખી કરાવે છે, સાથે સાથે સમ્યક્દર્શનનું મહાત્મ્ય પણ સમજાવે છે. જુઓ – “તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સત્સ્વરૂપદર્શિતાની બલિહારી છે.” (કારતક ૧૯૪૬, આંક ૯૧) ૨૩૩
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy