SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું આમ પોતાને ઈચ્છિત ઉદાસીનતાને વેગ આપવા અને સ્વકલ્યાણાર્થે ધર્મના મતભેદોમાં ન પડવાનો તેમણે નિર્ણય ર્યો હતો. મતભેદોથી દૂર રહેવાથી કષાયયુક્ત ભાવોથી જીવ બચી જાય અને પૂર્વ નિબંધિત કર્મોની નિર્જરા કરવી સરળ થાય. તેનું તારણ એ કે જીવને તેનાથી આશ્રવની અલ્પતા અને નિર્જરાની બહુલતા પ્રાપ્ત થાય. આ રીતે કૃપાળુદેવની અંતરંગ શ્રેણિ વીતરાગમાર્ગ પ્રતિ વિકાસ કરતી હતી, તે વખતે પૂર્વ નિબંધિત કર્મના ફળરૂપે સ્ત્રીનું આકર્ષણ તેમને વેદાતું હતું તે તેમને ખૂબ ખેદકારક લાગતું હતું. સંસારી આકર્ષણથી છૂટવાની તેમની ભાવના હોવા છતાં કર્મો તેમને એ આકર્ષણમાં લઈ જતાં હતાં, તેથી તેમને મનમાં ખૂબ સંઘર્ષ વેદવો પડતો હતો. તેમના કેટલાક પત્રો આ ઘર્ષણ વ્યક્ત કરે છે. “સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિકદૃષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ, સ્ત્રીથી જે સંયોગસુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દૃષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી ... ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી .... ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે, અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે. .. સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.” (સં.૧૯૪૫. આંક ૭૮). “દુ:ખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચિત તેના શિરોભાગમાં હું આવી શકું ... સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતો નથી. બીજાં કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. તેમ કોઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે. પણ ૨૩૧
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy