SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથો મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથો-નાના-આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયેઃ હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો, સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.” શ્રીમદ્ રાજચંદ્રનાં આ લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે જે બધા ગુણો ધર્મ આરાધન કરી જીવે મેળવવાના અને કેળવવાના હોય છે, તે બધા ગુણો તેમને બાળવયથી સહજપણે સાંપડયા હતા. જેમકે સરળપણું, ભદ્રિકતા, સર્વ જીવો પ્રતિ નિર્મળ પ્રીતિ, માણસ જાતનો શુભ વિશ્વાસ, બળવાન સ્મૃતિ, કવિત્વશક્તિ, હ્રદયની કોમળતા ઇત્યાદિ. જીવ જ્યારે ધર્મમાં ઓતપ્રોત થાય, ધર્મ આત્મામાં પરિણમે ત્યારે ઉપર કહ્યા તે ગુણો તેનામાં વિકસે છે. આ ગુણોથી સ્વપર કલ્યાણભાવ વિકસે છે અને ધર્મનાં મંગલપણાનો અનુભવ પોતાને તથા પરને થવા લાગે છે. આમ આત્મકલ્યાણક ગુણો કૃપાળુદેવને બાળવયથી સંપન્ન થયા હોવાને લીધે તે બીજરૂપ અંકુરો સમય જતાં ફાલ્યાફૂલ્યા વૃક્ષનું રૂપ ધારણ કરી એમના મહા ઉજ્જવળ ભાવિની આપણને જાણકારી આપે છે. બીજી બાજુ તેમને પિતામહ પાસેથી ધર્મભાવપોષક કૃષ્ણકીર્તનનાં પદો, તેમના અવતારોની ચમત્કારિક વાતો સાંભળવા મળી હતી. આ રીતે બાળવયમાં જ તેમના આત્મા પર વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારો પડયા હતા. તેથી તેઓ દરરોજ કૃષ્ણનાં દર્શન કરવા જતા. એ ચમત્કારોમાં તેમને પ્રીતિ થવાથી તે જોવાની અભિલાષા તેમનામાં પ્રગટી હતી. એ ચમત્કારો જાણીને ત્યાગી થઈ ચમત્કારો સર્જવાની ઇચ્છા પણ થતી, અને કોઈ મહા વૈભવીની વાતો તેમને સાંભળવામાં આવે ત્યારે સમર્થ વૈભવી થવાની ઇચ્છા પણ જાગતી હતી. આમ બાળસુલભ રીતે તેઓ જેવા વાતાવરણમાં મૂકાતા તેને અનુકૂળ કલ્પનામાં રાચતા. તેમ છતાં જે આત્મિક ગુણો અનુભવતા હતા તેમાં ક્યારેય તેમનામાં ન્યૂનપણું આવ્યું ન હતું, તે ૨૧૧
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy