SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તરત જ ક્ષમા માગી. મને પ્રભુએ કહ્યું કાગળ લે અને લખાવું તેમ લખવા લાગ. બાજુમાં પડેલો એક કાગળ લઈ તેમની આજ્ઞાનુસાર લખવા માંડયું. તેમણે મને લખાવ્યું – “જગતનું સ્વરૂપ સમજવું આત્મા પામવા માટે ઉપકારી છે. તીર્થંકર ભગવાને કહેલું આ વચન યથાર્થ છે. પ્રાક્કથન ભગવાન ભક્તની ઉપરવટ જઈને પણ એના પરચા પૂરે છે, એ વચન યથાર્થ છે, ભગવાન પણ ઓછો અપલક્ષણો નથી - આ વચન સત્ય છે. ભગવાન આપણને જેવા બુધ્ધ બનાવવા ઇચ્છે છે, તેવા આપણે બનવા માંડયા છીએ - આ વચન સત્ય છે. ઉલ્લાસ વધવા માટેનું પ્રમાણ છે, આ તો બહુ ઉલ્લાસનો દિવસ છે. બધાય ભગત થઈ જાય તો કેવું સારું? ઠગત કોને ગમે ? જગતને શું કરીશું? તેની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા સત્પુરુષની ઇચ્છો. હવે (દર્શન) તદ્ન સમીપ છે. - એ વચન સત્ય છે. એમ જ છે - એ પણ સત્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય છે - એ પણ સત્ય છે. આજ્ઞા થઈ - એ પણ સત્ય છે. વંદન કર્યા - એ પણ સત્ય છે. જ્ઞાન થયું - એ પણ સત્ય છે. (પ્રતીતિ) આપી છે - તે પણ સત્ય છે. કંઈ સમજાય છે? સત્ય સમજાય તો આનંદ પામો. ન સમજાય તો પૂછો. ભગવાને બતાવી દીધું છે. xix
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy